બેંક રજા વિશે લેટેસ્ટ સમાચાર જાણી લો, આ દિવસે બેંક બંધ છે….
લોકસભા ચૂંટણીનો દિવસ નજીક આવી ગયો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કો 19 એપ્રિલ, બીજો 26 એપ્રિલ, ત્રીજો 7 મે, ચોથો 13 મે, પાંચમો 20 મે, છઠ્ઠો તબક્કો 25 મે અને સાતમો તબક્કો 1 જૂને છે. જે રાજ્યોમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યાં બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ મતદાનના દિવસોને કારણે સંબંધિત શહેરોમાં બેંકો બંધ રહેશે.જ્યાં જ્યાં જે દિવસે મતદાન હશે, તે વિસ્તારોમાં તે દિવસે બંક બંધ રહેશે. કેટલાક રાજ્યોએ મતદાનના દિવસો માટે પહેલાથી જ પેઇડ અથવા જાહેર રજાઓ જાહેર કરી છે.
જે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે ત્યાં 19 એપ્રિલે બેંક હોલિડે રહેશે. 19 એપ્રિલે તમિલનાડુ (39 બેઠકો), ઉત્તરાખંડ (5 બેઠકો), અરુણાચલ પ્રદેશ (2 બેઠકો), મણિપુર (2 બેઠકો), મેઘાલય (2 બેઠકો), મિઝોરમ (1 સીટ), નાગાલેન્ડ (1 સીટ), સિક્કિમ (1 સીટ), લક્ષદ્વીપ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચૂંટણી યોજાશે. તેથી આ દિવસે અહીં બેંક બંધ રહેશે. આ ઉપરાંત ચેન્નાઈ, દેહરાદૂન, ઈટાનગર, જયપુર, કોહિમા, નાગપુર અને શિલોંગમાં પણ 19 એપ્રિલે બેંકો બંધ રહેશે.
ઉત્તરાખંડમાં 19 એપ્રિલે રજા જાહેર કરવામાં આવી છે. નાગાલેન્ડમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
તમિલનાડુમાં તમામ 39 બેઠકો પર પહેલા તબક્કામાં મતદાન થવાનું હોવાથી અહીં પણ રજા જાહેર કરવામાં આવી છે.