આસામમાં હેલિકોપ્ટરમાં બેસીને અયોધ્યામાં થયેલા સૂર્ય તિલકના સાક્ષી બન્યા PM Modi, કહી આવી વાત…
આજે આખો દેશ રામનવમી પર રામમય બની ગયો છે અને ઠેકઠેકાણે તેની ઊજવણી થઈ રહી છે. અયોધ્યાના રામ મંદિર ખાતે આજે પહેલી જ વખતે બપોરે રામ લલ્લાને સૂર્ય તિલક કરવામાં આવ્યું અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી અયોધ્યામાં ઉપસ્થિત રામભક્તો તો બન્યા જ પણ એની સાથે સાથે જ Prime Minister Narendra Modi ભલે અયોધ્યામાં આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ન બની શક્યા પણ તેઓ આસામમાં હેલિકોપ્ટરમાં બેસીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા અને તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મારા માટે ખરેખર આ ધન્ય ઘડી છે.
Also Read:
Ram Navami: “500 વર્ષ રાહ જોયા પછી, અયોધ્યામાં રામ નવમી…”: વડા પ્રધાને પાઠવી શુભકામનાઓ
પીએમ મોદીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આજે રામનવમીના દિવસે સ્વયં સૂર્યદેવ પ્રભુ રામના જન્મદિવસની ઉજવણી કરવા કિરણ સ્વરૂપે મંદિરમાં પધાર્યા છે. આખા દેશમાં એક અલગ જ માહોલ છે અને આ પ્રભુ શ્રીરામનો જન્મદિવસ 500 વર્ષ બાદ આવ્યો છે જ્યારે પ્રભુ રામ પોતાના ઘરમાં જન્મદિવસ ઊજવી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ આજે આસામના નલબાડી ખાતે ચૂંટણી પ્રચાર કરતાં રેલીને સંબોધન કર્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિવાય તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે નલબાડીની સભાના બાદ અયોધ્યા ખાતે રામ લલ્લાના સૂર્ય તિલકની અદ્ભુત અને અપ્રતિમ ક્ષણના સાક્ષી બનવાનો મોકો મળ્યો. શ્રીરામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક નાગરિક માટે પરમાનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસીત ભારતના હર સંકલ્પને આ જ રીતે પ્રકાશિત કરશે