ઇન્ટરનેશનલ

Dubai Rain: ભારે વરસાદ અને પુરની સ્થિતિને લીધે દુબઈની આટલી ફ્લાઈટ્સને અસર થઈ

દુબઈઃ પર્યટકોના ફેવરિટ એવા દુબઈ અને મિડલ ઈસ્ટમાં વરસાદી આફત આવતા પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રણપ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં આવી આફત પહેલીવાર આવી છે ત્યારે સ્વાભાવિક રીતે પરિવહનને અસર થઈ છે. આવા વાતવારણને લીધે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી તો ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારતની પણ 28 ફ્લાઈટ્સને અસર થઈ છે.

દુબઈનું એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કહેવાય છે. અહીં અનિવાર્ટ સંજોગો ન હોય તો લોકોને ફ્લાઈટ માટે ન આવવાનું કહેવામાં આવ્યું હતું. દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે મોટા ભાગની ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી રહી છે અને ફ્લાઈટ્સ ડીલે થઈ છે. અમે જેમ બને તેમ જલદી સ્થિતિને સામાન્ય કરવા જઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર લગભગ દુબઈ આવતી અને જતી લગભગ 500 જેટલી ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે અથવા તો તે મોડી થઈ છે. હજુ ખરાબ હમામાનનની આગાહી છે જેથી ઘણા ફ્લાઈટ્સ રદ પણ કરવામાં આવી છે.

Also Read:Dubai Floods: દુબઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, એરપોર્ટ, મોલ, મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા

ભારતની વાત કરીએ તો ભારતથી દુબઈ જતી 15 અને દુબઈથી અહીં આવતી લગભગ 13 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ખૂબ જ જાણીતા દુબઈ મૉલમાં પણ ઘુંટણીયે પાણી ભરાયા હતા. આ સાથે મેટ્રો ટ્રેનને પણ અસર થઈ હતી. જોકે અહીં સ્થિતિ ખૂબ જ ઓછા સમયમાં સામાન્ય થવા જઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…