આપણું ગુજરાતઆમચી મુંબઈ

Lawrence Bishnoi: કચ્છમાં લોરેન્સ બિશ્નોઈનું સ્લીપર સેલ કાર્યરત છે? જાણો શું કહ્યું ગુજરાત પોલીસે

ગાંધીનગર: ગત રવિવારે વહેલી સવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ફાયરિંગની ઘટના(Salaman khan residence firing) બનતા ખળભળાટ મચી ગયો હતો. સલમાનને આપવામાં આવેલી સિક્યોરીટી છતાં આ ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. મુંબઈ પોલીસે(Mumbai Police) ગણતરીના કલાકોમાં જ આ ઘટનાને અંજામ આપનાર લોરેન્સ બોશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi) સાથે જોડાયેલા બે શૂટરોની કચ્છ(Kutch)ના ભુજમાંથી ધરપકડ કરી હતી, ત્યાર બાદ લોરેન્સ બિશ્નોઈનું કચ્છ કનેક્શન ફરી ચર્ચામાં છે.

અહેવાલો મુજબ ગુજરાતના DGP વિકાસ સહાયે મુંબઈ ક્રાઈમ બ્રાંચ સાથે સંકલન કરી બંને શૂટરોની ધરપકડ કરવા બદલ ગુજરાત પોલીસ વિભાગના વખાણ કર્યા હતા, તો બીજી તરફ ગુજરાત પોલીસ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

સલમાન ખાનના ઘર પર ફાયરીંગના કેસ સિવાય અન્ય બે કેસમાં લોરેન્સ બિશ્નોઈનું પણ કચ્છ કનેક્શન હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ લોરેન્સે કથિત રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પાકિસ્તાનમાંથી કચ્છમાં ઘુસાડ્યું હતું, આ આરોપસર તેની સામે નલિયા કોર્ટમાં સામે કેસ ચાલી રહ્યો છે. જેને કારણે એવી અટકળો છે કે લોરેન્સ બિશ્નોઈએ કચ્છને ગેરકાયદેસર પ્રવૃતિઓ માટેનું બેઝ બનાવ્યું છે. કચ્છ પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો છે, જેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બંને શૂટરોની કચ્છમાંથી ધરપકડ બાદ ગુજરાત પોલીસ હવે તપાસ કરશે કે કચ્છમાં લોરેન્સ બિશ્નોઈનો કોઈ સ્લીપર સેલ કાર્યરત છે કે કેમ? એક દિવસ અગાઉ, પોલીસે કચ્છના ભુજ શહેરમાં આવેલા આશાપુરા માતાના મંદિર પાસેથી શુટર વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21)ની ધરપકડ કરી હતી.

પોલીસે જાસૂસી તંત્રને સક્રિય કરીને આ સફળતા મેળવી હતી. ગુજરાતના ડીજીપીએ બંને શૂટરોની ધરપકડ કરનાર ટીમને ઈનામ આપવાનું પણ નક્કી કર્યું છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે એક અખબાર સાથે વાત કરતાં સ્લીપર સેલની તપાસ કરવા અંગે વાત કરી હતી.

ડ્રગ્સ કેસ ઉપરાંત લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કચ્છ કનેક્શન અગાઉ પણ બે વખત ચર્ચામાં આવ્યું છે. પંજાબી સિંગર-રેપર સિદ્ધુ મૂઝ વાલાની હત્યા બાદ પણ કચ્છના મુંદ્રામાંથી કેટલીક ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કરણી સેનાના નેતા સુખદેવ ગોગામેડીની હત્યા બાદ પણ આરોપીઓ કચ્છમાં છુપાયા હોવા હોવાના અહેવાલો વહેતા થયા હતા.

હવે બે શૂટરની ધરપકડ બાદ ગુજરાત પોલીસ હવે લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક વધુ તપાસ કરવા માંગે છે. ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે એસપી ભુજ, તેમની ટીમ અને ખાસ કરીને LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ)ની ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. જેમણે મુંબઈમાં સલમાન ખાનના ઘરે ગોળીબારની ઘટનામાં આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસ સાથે સંકલન કર્યું હતું. તમામ પોલીસ સ્ટાફને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે.

કચ્છ, તેની ભૌગોલિક વિવિધતા માટે જાણીતું છે, કચ્છ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. કચ્છમાં ગાંધીધામ, મુન્દ્રા અને કંડલા મોટા બંદરો છે. અહીં ટ્રકોની ભારે અવરજવર રહે છે. આથી લોરેન્સ બિશ્નોઈએ ડ્રગ્સ નેટવર્ક સ્થાપવા કચ્છનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.

બંને શૂટરો કચ્છના ભુજમાં શા માટે પહોંચ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. પૂછપરછ દરમિયાન આ ખુલાસો થવાની આશા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…