સ્પેશિયલ ફિચર્સ

Hot Summerમાં આ સિમ્પલ ટિપ્સથી પોતાની જાતને રાખો Cool Cool

હજી તો એપ્રિલ અડધો જ પત્યો છે ત્યાં દેશના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીનો આંકડો પાર કરી ચૂક્યો છે. હજી તો હવામાન ખાતા દ્વારા આગામી કેટલાક દિવસ સુધી તાપમાન આવું જ રહેશે એવી આગામી ઉચ્ચારી દીધી છે. વૈશાખ મહિનામાં પડતી લૂ અત્યારે ચૈત્ર મહિનામાં જ લાગી રહી છે. આ લૂ ક્યારેક ક્યારે જીવલેણ પણ નિવડતી હોય છે ત્યારે અમે તમારા કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેનાથી તમે બળબળતી ગરમીમાં પણ ઠંડા ઠંડા કૂલ કૂલ રહી શકશો.

આ માટે તમારે ખાસ કંઈ જ કરવાની જરૂર નથી, બસ અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે… શક્ય હોય એવું વધુ પાણી પીવો… ગરમીમાં આપણે પરસેવે રેબઝેબ થઈ જઈએ છીએ એટલે શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. જેને કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે. આવું ન થાય એ માટે શક્ય હોય એટલું વધુમાં વધુ પાણી પીવાનું રાખો. એ સિવાય જ્યૂસ, પાણીવાળા રસાળ ફળોનું પણ સેવન કરો. કલિંગર, સકરટેટ્ટી, લીચી, આંબા વગેરેનું સેવન કરો.

હળવા રંગના કપડા પહેરો… ગરમીથી બચવા માટે તમે હળવા રંગના સુતરાઉ, સોફ્ટ અને પરસેવો શોષી લે એવા કપડાં પહેરો. ક્રીમ, સફેદ, પીળા, વાદળી, પિંક રંગના કપડાં ગરમીથી બચાવે છે. વધારે પડતાં ટાઈટ અને ડાર્ક કે કાળા રંગના કપડાં ગરમી શોષી લે છે અને એને કારણે વધારે ગરમી લાગે છે.


આંખો અને માથાને પણ રાખો પ્રોટેક્ટેડ સ્કીનની સાથે સાથે આંખોની કાળજી લેવાનું પણ મહત્ત્વનું છે. બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળો, પરંતુ જો બહાર નીકળવું જ પડે એમ હોય તો પણ માથાને કવર કરવા માટે ટોપી, હેટ કે સ્કાર્ફની મદદ લો. આ સિવાય તડકાથી આંખોને રક્ષણ આપવા માટે સન ગ્લાસીસ પહેરવાનું રાખો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button