મનોરંજન

વીતેલા જમાનાની બે પીઢ અભિનેત્રી વચ્ચે લિવ ઈન રિલેશનશિપ મુદ્દે ગરમાગરમી

વિતેલા જમાનાની હીરોઈનો વચ્ચે કોઈ વિષયને લીધે બહેશ થાય તેમ ઓછું બને છે. સોશિયલ મીડિયામાં આજની યંગ જનરેશન એકબીજા વિશે કંઈપણ બોલતી હોય છે, પરંતુ અહીંયા તો જીવનના 60 વર્ષ પાર કરી ચૂકેલી હીરોઈનો એકબીજા પર તૂટી પડી છે. વાત છે ઝીન્નત અમાન અને મુમતાઝની.


તાજેતરમાં ઝીનત અમાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે લગ્ન કરતા પહેલા લોકોએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તે તેના પુત્રોને પણ આ જ સલાહ આપે છે. તેના પર અભિનેત્રી મુમતાઝે કટાક્ષ કરતા કહ્યું હતું કે ઝીનતના પોતાના લગ્ન નર્ક સમાન હતા, આવી સ્થિતિમાં તેણે સંબંધો વિશે વાત ન કરવી જોઈએ.


ઝીનત અમાન, જે ભૂતકાળની સુપરસ્ટાર હતી, તે હવે યુવા પેઢીમાં પણ લોકપ્રિય છે. ઝીનત સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી છે, ત્યારે તે તેની પોસ્ટ અને વાતો દ્વારા યુઝર્સમાં જાણીતી છે. થોડા દિવસો પહેલા ઝીનત અમાને લગ્ન પહેલા સાથે રહેવા વિશે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ફેન્સને લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેવાની સલાહ આપી હતી. અભિનેત્રી મુમતાઝે આ મામલે ઝીનતને ટોણો માર્યો હતો. ત્યારે હવે ઝીન્નતે તેનો જવાબ આપી ફરી ગરમાવો લાવ્યો છે.


ઝીનત અમાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે લગ્ન કરતા પહેલા લોકોએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તે તેના પુત્રોને પણ આ જ સલાહ આપે છે. કોઈને થોડા કલાકો માટે તમારું સર્વશ્રેષ્ઠ આપવું ખૂબ જ સરળ છે, પરંતુ ખરી કસોટી એ છે કે રોજબરોજની વસ્તુઓની વચ્ચે એક સાથે જીવવામાં સક્ષમ થવું. મુમતાઝને એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીના આ નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. મુમતાઝે કહ્યું કે ઝીનત અમાનને સંબંધો અંગે સલાહ આપવાનો કોઈ ખાસ અધિકાર નથી, કારણ કે તેના પોતાના લગ્ન નરકથી ઓછા નહોતા.

ઝૂમ સાથેની વાતચીતમાં મુમતાઝે કહ્યું હતું કે, ‘ઝીનતે ધ્યાન રાખવું જોઈએ કે તે શું સલાહ આપી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર અચાનક લોકપ્રિયતા મેળવી છે, હું તેના શાનદાર આંટી જેવા દેખાવાના ઉત્સાહને સમજું છું. પરંતુ આપણી નૈતિક વિચારસરણીની વિરુદ્ધ સલાહ આપીને તમારા ફોલોઅર્સ વધારવા કે ફેમસ થું સારી વાત નથી. વળી મુમતાઝે ઝીન્નતના સંબંધોનું જ ઉદાહરણ આપ્યું. ઉદાહરણ તરીકે ઝીનતને લો… તે મઝહર ખાનને લગ્નના ઘણા વર્ષો પહેલા ઓળખતી હતી. તેમના લગ્ન નરકથી ઓછા નહોતા. તેથી તેમણે સંબંધો અંગે સલાહ ન આપવી જોઈએ.


ઝીનત અમાને મીડિયા સાથે વાતચીતમાં મુમતાઝના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, દરેકનો પોતાનો અભિપ્રાય છે. મેં ક્યારેય બીજાના અંગત જીવન પર ટિપ્પણી કરી નથી કે મારા કોઈ સાથી કલાકારનું અપમાન કર્યું નથી. અને હું હજી પણ તે કરીશ નહીં.

જોકે ઝીનન્ત સાથે સાયરાબાનો પણ સહમત નથી. તેમણે આ બન્નેની ચર્ચા વિશે વાત કરી નથી પણ પોતે લિવ-ઈન રિલેશનશિપમાં માનતી ન હોવાનું પણ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button