મનોરંજન

તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો? જાણો મલાઈકા અરોરાને કોણે આવો સવાલ પૂછ્યો…..

અરહાન ખાનના ટોક શો દમ બિરયાનીની આગામી ગેસ્ટ તેની માતા મલાઈકા અરોરા બનવા જઈ રહી છે. મલાઈકાને લગ્નનો સવાલ પૂછતો જોવા મળે છે. હાલમાં આ શોનું ટીઝર બહાર આવ્યું છે. વીડિયોમાં અરહાન તેની માતાને ઘણા આશ્ચર્યજનક સવાલો પૂછતો જોવા મળે છે. અરહાન પૂછે છે કે તમે તમારી વર્જિનીટી ક્યારે ગુમાવી? આના પર પ્રતિક્રિયા આપતા મલાઈકા અરોરા ‘વાહ’ કહેતી જોવા મળે છે. આ પછી અરહાન તેના સવાલો આગળ વધારે છે અને તેની માતાને લગ્ન વિશે પૂછે છે તેની માતાને પૂછે છે શું તમે સોશિયલ ક્રાઈમબર છો? જવાબમાં અભિનેત્રી ના પાડે છે. ટીઝરના અંતમાં અરહાન મલાઈકાને પૂછે છે, ‘મને તમારો હાથ બતાવો. તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો….

ALSO READ: Arjun Kapoor નહીં આ special personને ગળે મળી Malaika Arora અને કહી એવી વાત કે…

અરમાન ખાન મલાઈકા અરોરા અને તેના પૂર્વ પતિ અરબાઝ ખાનનો પુત્ર છે મલાઈકા અને અરબાઝે 2017માં ડિવોર્સ લીધા હતા. જોકે, તેઓ બંને અરહાનને માતા-પિતા તરીકે સાથે ઉછેરી રહ્યા છે અરબાઝખાને હાલમાં જ મેકઅપ આર્ટિસ્ટ શુરાખાન સાથે લગ્ન કર્યા છે જ્યારે મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button