IPL 2024સ્પોર્ટસ

Jos Buttler: RRની જીતના હીરો જોસ બટલરને શાહરૂખ ખાને ગળે મળીને અભિનંદન પાઠવ્યા

કોલકાતા: ગઈ કાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમ(Eden Gardens)માં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની 31મી મેચ ઐતિહાસિક રહી રહી. રાજસ્થાન રોયલ્સ(RR)એ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે 224 રન-ચેઝ કરીને, IPLમાં સૌથી વધુ સફળ ચેઝના રેકોર્ડની બરાબરી કરી હતી. રાજસ્થાન રોયલ્સની જીતનો હીરો રહ્યો ઇંગ્લેન્ડનો આક્રામક બેટ્સમેન જોસ બટલર, તેણે 60માં અણનમ 107 રન બનાવી RRને જીત આપાવી હતી. આ શાનદાર ઇનિંગ રમીને બટલરે ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. મેચ બાદ KKRના માલિક શાહરૂખ ખાને બટલરને ગળે મળીને અભિનંદન પાઠવ્યા હતા.

KKRએ પ્રથમ બેટિંગ 223 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. RR માટે ઓપનિંગ કરવા આવેલા જોસ બટલરે 60 બોલમાં અણનમ 107 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. બટલરની આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.

મેચ પત્યા પછી બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન બંને ટીમના ખેલાડીઓને મળી રહ્યો હતો. જ્યારે તેણે બટલરને જોયો, ત્યારે તે પોતે તેની તરફ આગળ વધ્યો. શાહરૂખે બટલરને તેની શાનદાર ઇનિંગ માટે અભિનંદન આપ્યા અને તેને ગળે લગાવ્યો. બટલર અને શાહરૂખનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. કોલકાતાએ આ વરુણ ચક્રવર્તીને બોલ સોંપ્યો. બટલરે છેલ્લી ઓવરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી, આ પછી સતત ત્રણ બોલમાં એક પણ રન ના લીધો, પાંચમા બોલ પર બે લીધા અને છેલ્લા બોલ પર એક રન લઇ રીતે રાજસ્થાને જીત અપાવી હતી.

ગઈ કાલની જીત બાદ રાજસ્થાન રોયલ્સે વધુ 2 પોઈન્ટ મેળવી IPL 2024ના પોઈન્ટ ટેબલમાં સ્થાન મજબુત બનાવ્યું છે. રાજસ્થાને 7માંથી 6 મેચ જીતી 12 પોઈન્ટ મેળવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, KKRએ 6માંથી 4 મેચ જીતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button