ભાવનગરના યાત્રાળુઓનાં અકસ્માતમાં મોત અંગે વડા પ્રધાને દુ: ખ વ્યક્ત કર્યું
અમદાવાદ: ભાવનગરથી મથુરા દર્શન કરવા નીકળેલા યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપુર પાસે થયેલા અકસ્માતમાં ૧૧ થી વધુ યાત્રાળુઓનાં મોતની ગટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કર્યો હતો.
રાજસ્થાનના ભરતપુરમાં બુધવારે વહેલી સવારે ભાવનગરના યાત્રાળુઓની બસનો અકસ્માત થતાં ૧૧ જેટલા યાત્રાળુઓનાં મોત થયાં હતાં અને ૧૨થી વધુ લોકો ઘાયલ થવાની ઘટનાની જાણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા રાજસ્થાનમાં થયેલા માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય કરાશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોનાં સ્વજનોની પડખે છે.