આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૧૭-૪-૨૦૨૪ શ્રી રામનવમી, શ્રી સ્વામીનારાયણ જયંતી, ચૈત્રી નવરાત્રિ સમાપ્તિ.
ભારતીય દિનાંક ૨૮, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર :આશ્ર્લેષા. ચંદ્ર: કર્કમાં,ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :સવારે ક.૦૭-૦૯,રાત્રે ક.૨૦-૩૪
ઓટ: બપોરેે ક.૧૩-૨૧,મધ્યરાત્રિ પછી ક.૦૩-૦૪(તા.૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર , શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – નવમી. શ્રી રામનવમી., શ્રી સ્વામીનારાયણ જયંતી, ચૈત્રી નવરાત્રિ સમાપ્તિ. રવિયોગ અહોરાત્ર.
શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ ઉત્સવ માંગલિક દિવસ
મુહૂર્ત વિશેષ: શ્રીરામ નવમી ઉત્સવ, શ્રી રામ પરિવાર પુજા, સર્પ પૂજા, વિશેષરૂપે બુધ ગ્રહ દેવતાનું પૂજન, પૂજામાં ચંપાના પુષ્પ અર્પણ કરવાં, આશ્ર્લેષા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, સર્વશાંતિ પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સુક્ત-પુરુષ સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સત્રોત્ર, શ્રી રામચરિત વાંચન, હનુમાન ચાલીસા, શ્રી હનુમાન બાહુક પાઠ વાંચન, ઔષધ ઉપચાર, માલ વેચવો, ધાન્ય ઘરે લાવવું.
નવરાત્રિ મહિમા: આજે મા સિદ્ધિદાત્રીમાતા દેવીની પૂજા – અર્ચના – ભક્તિ કરવામાં આવે છે. ઉમાદેવી પાર્વતીના નવમા સ્વરૂપને મા સિદ્ધિદાત્રી દુર્ગાના નામથી ઓળખવામાં આવે છે.તેઓ સર્વ સિદ્ધિઓ આપનારા દેવી છે. દેવી કૃપા પાત્ર સાધક આ જ જન્મમાં ધન્ય બની પરમતત્ત્વને પામે છે.નવરાત્રિ પછી પણ પુનમ,અષ્ઠમી ,નવમી અથવા નિત્ય સપ્તશતી પાઠ વાંચન, નવાર્ણ મંત્ર- ૐ હ્રીં ક્લી ચામુંડાયે વિચ્ચે॥ ના જાપ કરવાં. બ્ર્ાાહ્મણ દ્વારા ચંડીપાઠ વાંચનનો નિત્ય પૂજા ક્રમ પણ નિયત ક્રમ જાળવી શકાય છે.આજ રોજ નવરાત્રિ પર્વનું સમાપન થાય છે.આજના છેલ્લા નોરતે નવરાત્રિ પર્વ સપ્તશતી પાઠ હવન,કુંવારીકા પૂજન,ભોજન,બ્ર્ાહ્મભોજન ઈત્યાદિ પુણ્ય કર્મ દ્વારા સમાપન થાય છે. આપણા નવરાત્રિ જેવા પર્વો એ આપણી હિન્દુ સનાતન ધર્મ,સંસ્કૃતિનું અમૂલ્ય આંકિ ન શકાય એવું બહુમૂલ્યવાન ઘરેણું છે. આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-રાહુ ત્રિકોણ વ્યવસ્થા શક્તિ, શુક્ર-રાહુ યુતિ મિત્ર સબંધોમાં પ્રશ્ર્નો આવે, ચંદ્ર-બુધ ત્રિકોણતીવ્ર બુધ્ધી પ્રતિભા, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભી પણુ. ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચાનક ફેરફાર લાવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, શુક્ર-રાહુ યુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૧૮), ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ (તા. ૧૮).
ગ્રહગોચર: સૂર્ય-મેષ , મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ(કૃુતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર