મનોરંજન

Rekha આ નામથી બોલાવે છે Amitabh Bachchanને…

Film Industryમાં Rekha અને Amitabh Bachchanની લવ સ્ટોરી તો એકદમ જગ જાહેર છે અને આજે પણ લોકોને આ લવ સ્ટોરી વિશે જાણવા અને સમજવા માટે એકદમ ઉત્સુક હોય છે. પણ શું તમને ખબર છે કે Rekha તેમના આ કથિત પ્રેમી Amitabh Bachchanને શું કહીને બોલાવે છે?? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

એક ફિલ્મમાં ફિલ્મ ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીએ આ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ પુસ્તકમાં મુઝફ્ફર અલીએ જણાવ્યું હતું કે રેખાએ હંમેશાં પરિણીત મહિલાની જેમ જ કયારેય અમિતાભ બચ્ચનને એના નામથી નથી બોલાવ્યા. રેખાએ હંમેશાં બિગ બી માટે તેઓ કે પછી તેમને કહીને જ સંબોધ્યા છે.

આ સિવાય ખુદ રેખાએ સિમી ગરેવાલના ચેટ શોમાં પણ પોતાના અને બિગ બીના સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હું એમને હંમેશાં એક ફેનની જેમ પ્રેમ કરું છું. રેખાએ હમેશાં પોતાના અને બિગ બીના સંબંધો વિશે ખૂલીને વાત કરી છે જ્યારે બિગ બી રેખા સાથેના સંબંધો વિશે ખૂલીને કરતા નથી.

રેખા અને બિગ બીના સંબંધો વિશે વાત કરીએ તો 1976માં ફિલ્મ દો અંજાનેના સેટ પરથી બિગ બી અને રેખાની લવ સ્ટોરી શરૂ થઈ હતી. એ સમયે અમિતાભ બચ્ચનના લગ્ન થઈ ગયાં હતાં. એ સમયે છપાયેલા કેટલાક અહેવાલમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે પોતાના અફેરના સમયે ચોરી છુપીથી રેખાના કોઈ મિત્રના બંગલામાં મળતા હતા.

થોડા સમય બાદ જ્યારે રેખા અને બિગ બીની અફેરની વાત જયા બચ્ચનને ખબર પડી ત્યારે બંને જણે અફેર હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો અને એ અફવા હોવાનું કહ્યું હતું.

આ સિવાય રેખા જ્યારે રીષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે તે સિંદૂર લગાવીને પહોંચી હતી. લગ્નમાં જયા અને અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા હતા. રેખા અને બિગ બીએ હસી હસીને થોડો સમય વાત કરી હતી, આ જોઈને જયા બચ્ચન મોઢું નીચે રાખીને રડવા લાગ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza