ગુજરાત સરકાર સાથે પડી ભાંગેલી મંત્રણાની માહિતી આપતા આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય સમાજના પ્રમુખ પીટી જાડેજા
રાજકોટ: ગઈકાલે રાત્રે 12:00 વાગે અચાનક બોલાવાયેલી ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચેની મંત્રણા અંગે આજરોજ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ વિગતવાર માહિતી આપી હતી.
ક્ષત્રિય સમાજ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અને ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક યોજાઇ હતી જેને લઇને આજરોજ પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે સંકલન સમિતિમાં તમામ હોદ્દેદારો વચ્ચે જ્યારે સમાધાનની વાત આવી ત્યારે ક્ષત્રિય સમાજનો એક જ સૂર રહ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ પરત ખેંચવામાં આવે.
ભારતીય જનતા પક્ષ આદેશ આપે અથવા તો પુરુષોત્તમ રૂપાલા પોતે જે અગાઉ બોલી ચૂક્યા છે કે જો પક્ષને નુકસાન થતું હોય તો માફી માગું છું તેની જગ્યાએ હું ટિકિટ પાછી ખેંચું છું કે ઉમેદવારી પરત ખેંચું છું. આ એક જ માંગ છે અને અમારી આ માંગ પૂરી થશે એટલે તરત જ ક્ષત્રિય સમાજ ભાજપને જીતાડવા કામે લાગી જશે. અમારે ભારતીય જનતા પક્ષ સાથે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાથે કોઈ વાંધો છે નહીં. હાલ અમારું આંદોલન સૌરાષ્ટ્ર ગુજરાત પૂરતું છે પરંતુ મહાસંમેલનમાં રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી પણ ક્ષત્રિય આગેવાનો આવ્યા હતા. અમે નથી જતા કે તેની અસર ભારતભરમાં પડે એટલે હાલ 22 કરોડ ક્ષત્રિયો નહીં પરંતુ 70 લાખ ક્ષત્રિયોની લાગણી ઉપર ધ્યાન આપો અને પુરુષોત્તમ રૂપાલા પાસે ઉમેદવારી પરત ખેચાવો હાલ મંત્રણા પડી ભાંગી છે પુરુષોત્તમ રૂપાલા એ ફોર્મ ભરી દીધું છે તો ભલે ભર્યું 19 તારીખ સુધીમાં પરત ખેંચે તો પાર્ટ ટુ જાહેર કરવાનું કોઈ કારણ નથી.
એટલે પીટી જાડેજા ના જણાવ્યા મુજબ 16 થી 19 તારીખ સુધી યુદ્ધ વિરામ નો સમય જાહેર થયો છે.