નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

હેમા માલિની અંગે ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા સામે ચૂંટણી પંચે કરી કાર્યવાહી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ને લઈ પ્રચાર વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે આજે ચૂંટણી પંચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા સામે મોટી કાર્યવાહી કરી હતી. જાણીતી અભિનેત્રી હેમા માલિની અંગે અયોગ્ય ટિપ્પણી કરવા મુદ્દે ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાની સામે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે છ વાગ્યાથી આગામી 48 કલાક સુધી રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં પ્રતિબંધ મૂક્યો છે.

ચૂંટણી પંચે જાહેર બેઠક, રોડ શો, ઈન્ટરવ્યૂ અને મીડિયાને પણ કોઈ નિવેદન આપી શકશે નહીં. કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલાએ હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધતા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં નેતા અને મથુરાનાં સાંસદ હેમા માલિની અંગે અણછાજતી ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે અમને લોકો વિધાનસભ્ય અને સાંસદ શા માટે બનાવે છે. અમે હેમા માલિની તો નથી કે ચાટવા માટે બનાવીએ. આ નિવેદન મુદ્દે સુરજેવાલાએ સ્પષ્ટતા કરી હતી કે મારો ઉદ્દેશ હેમા માલિનીનું અપમાન કરવાનો નહોતો. વાયરલ વીડિયોમાં મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત