ટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

EVM સ્લિપના ક્રોસ ચેકિંગ પર સુનાવણી, સુપ્રીમે કહ્યું ‘બેલેટ પેપર પર પાછા ફરવાના પણ ઘણા ગેરફાયદા’

સુપ્રીમ કોર્ટે મંગળવારે EVM દ્વારા કરવામાં આવેલા મતદાનમાં VVPAT સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપની ચકાસણીની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુપ્ત મતદાન પ્રણાલીની સમસ્યાઓ અંગે પણ ધ્યાન દોર્યું હતું. ચૂંટણીમાં EVM ના બદલે બેલેટ પેપરના ઉપયોગને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે બેલેટ પેપર પર પાછા ફરવાના ઘણા ગેરફાયદા છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ EVM હટાવવાની અરજીની તરફેણમાં પોતાનો મત રજૂ કરી રહેલા પ્રશાંત ભૂષણને પૂછ્યું કે હવે તમે શું ઈચ્છો છો? પ્રશાંત ભૂષણે કહ્યું કે પહેલા તો બેલેટ પેપર પર પાછા ફરીએ. બીજું, હાલમાં 100 ટકા VVPAT મેચિંગ હોવું જોઈએ. કોર્ટે કહ્યું કે દેશમાં 98 કરોડ મતદારો છે. તમે ઈચ્છો છો કે 60 કરોડ મતોની ગણતરી થાય. પ્રશાંત ભૂષણે કહ્યું કે મતદાતાને બેલેટ પેપરથી પણ મતદાન કરવાનો અધિકાર આપી શકાય છે અથવા VVPATમાં હાજર સ્લિપ મતદારોને આપવી જોઈએ.

જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે સામાન્ય રીતે માનવીય હસ્તક્ષેપને કારણે સમસ્યાઓ ઊભી થાય છે. જ્યારે માનવીય હસ્તક્ષેપ હોય અથવા જ્યારે તેઓ સોફ્ટવેર અથવા મશીનમાં ગેરકાનુની ફેરફારો કરે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. જો તમારી પાસે આને રોકવા માટે કોઈ સૂચન હોય, તો તમે અમને આપી શકો છો.સપ્રશાંત ભૂષણે VVPAT સ્લિપ મતદાતાઓને આપવાની માગ કરતા કહ્યું કે મતદાતા તેને એક બેલેટ બોક્સમાં નાખી દે, હાલ જે વીવીપેટ છે તેનું બોક્સ ટ્રાન્સપેરેન્ટ નથી, માત્ર 7 સેકન્ડ માટે સ્લિપ જોવા મળે છે.

આપણ વાંચો: Supreme court: હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી જવાબ માંગ્યો

વકીલ સંજય હેગડેએ માગ કરી કે ઈવીએમથી પડેલા મતોનું મેચિંગ VVPAT સ્લિપથી થવું જોઈએ. તેની સામે જસ્ટિસ ખન્નાએ પૂછ્યું શું 60 કરોડ VVPAT સ્લિપની ગણતરી થવી જોઈએ? એડવોકેટ ગોપાલ શંકર નારાયણે કહ્યું કે ચૂંટણી પંચ કહે છે કે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવામાં 12 દિવસનો સમય લાગશે. એક વકીલે મતદાન માટે બારકોડ સૂચન કર્યું હતું. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે જો તમે કોઈ દુકાન પર જાઓ છો તો ત્યાં બારકોડ હોય છે. જ્યાં સુધી દરેક ઉમેદવાર અથવા પક્ષને બારકોડ આપવામાં ન આવે ત્યાં સુધી બારકોડ ગણતરીમાં મદદ કરશે નહીં અને આનાથી પણ એક મોટી સમસ્યા સર્જાશે.

જસ્ટિસ દીપાંકર દત્તાએ પ્રશાંત ભૂષણને પૂછ્યું કે તમે કહ્યું કે મોટાભાગના મતદારોને VVPAT પર વિશ્વાસ નથી? તમને આ ડેટા કેવી રીતે મળ્યો? પ્રશાંત ભૂષણે તેનો જવાબ આપતા કહ્યું કે એક સર્વે કરવામાં આવ્યો હતો. જસ્ટિસ દત્તાએ કહ્યું -અમે ખાનગી સર્વેમાં માનતા નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે EVM યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં તે જાણવા માટે અમને ડેટાની જરૂર પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ચૂંટણી પંચ પાસેથી ડેટા માંગ્યો છે. બેન્ચે કહ્યું કે માનવ હસ્તક્ષેપ સમસ્યાઓને જન્મ આપે છે અને માનવીય નબળાઈઓ તરફ દોરી શકે છે જેમાં પૂર્વગ્રહ પણ સામેલ છે. સામાન્ય રીતે મશીન માનવ હસ્તક્ષેપ વિના તમને ચોક્કસ પરિણામો આપશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button