Mahaashtmiના દિવસે જ Amitabh Bachchanએ ફેન્સને આપ્યા Good News…
Kaun Banega Crorepati એ એક એવો ક્વિઝ શો છે કે જે નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે અને એનું સૌથી મોટું કારણ છે શોના હોસ્ટ Amitabh Bachchan… આ જ કારણ છે કે જ્યારે ગયા વર્ષે બિગ બીએ શો સમાપ્ત થઈ હોવાની જાહેરાત કરી ત્યારે તમામ દર્શકોની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ હવે બિગ બી અને આ શોના ફેન્સ માટે આનંદના સમાચાર આવ્યા છે કારણ કે ફરી એક વખત તેમને દેવીયોં ઔર સજ્જનો… ની ગૂંજ સાંભળવા મળશે.
પોતાનાઓને એ કહેવું ખૂબ જ અઘરું હોય છે કે આવતીકાલથી આપણે નહીં મળીએ. આવું કહેવાની ના તો હિંમત થાય છે કે ન તો મન. આ મંચ પરથી હું તમને છેલ્લી વખત કહેવા જઈ રહ્યો છું કે શુભરાત્રિ… શુભરાત્રિ… શુભરાત્રિ… ગયા વર્ષે આ જ શબ્દોથી અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ-15 મંચ પરથી અલવિદા કહ્યું હતું.
આ સમયે બિગ બી અને દર્શકો પણ એકદમ ઈમોશનલ થઈ ગયા હતા. પણ હવે ચૈત્રી નવરાત્રિના દિવસોમાં બિગ બીએ પોતાના ફેન્સ સાથે ગૂડ ન્યૂઝ શેર કર્યા છે. બિગ બીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન શરૂ થવા જઈ રહી છે અને તેમણે શોનો પ્રોમો પણ શેર કર્યો છે. આ પ્રોમો જોઈને દર્શકો એકદમ ઉત્સાહિત થઈ ગયા છે.
આબાલ-વૃદ્ધો સૌ કોઈને કેબીસી ખૂબ જ પસંદ છે અને તેને દરેક જનરેશનનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને અગાઉ કહ્યું એમ આની સૌથી મોટું કારણ છે વન એન ઓનલી બિગ બી… પરંતુ મહિનાઓના ઈંતેજાર બાદ હવે ફરી એક કેબીસી અને બિગ બીના ફેન્સના ચહેરાની રોનક પાછી ફરી રહી છે.
બિગ બી દ્વારા શેર કરવામાં આવેલા શોના પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે બિગ બીએ જ્યાંથી શોનો અંત કર્યો હતો ત્યાંથી જ એક ભારે વોઈસઓવર શરૂ થાય છે. આ વોઈસ બિગ બીનો છે અને એમાં બિગ બી એવું કહેતાં સંભળાઈ રહ્યા છે કે હર આરંભ કા અંત તય છે, પર અપનોં કે પ્યાર મેં જો આનંદ હૈ… ત્યાર બાદ હોટસીટ પર બેઠેલી કન્ટેસ્ટન્ટ કહે છે કે મમ્મી કહે છે કે આ મારો શો છે, બાળકો કહે છે કે આ અમારો શો છે… ચાર પેઢીઓને આ એક શોએ જોડી રાખ્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ શો 26મી એપ્રિલથી રાતે નવ વાગ્યે ઓન એર થવા જઈ રહ્યો છે. શો માટે રજિસ્ટ્રેશન પણ શરૂ થવા જઈ રહ્યા છે અને જો તમે પણ બિગ બી ની સામે હોટસીટ પર બેસવાનો ચાન્સ નથી ગુમાવવા માંગતા તો રજિસ્ટ્રેશન માટે તૈયાર રહો…