આ કારણે મોબાઈલ ફોનને કવર નથી લગાડતા Elon Musk, Mark Zuckerberg, તમે પણ જાણી લો તો ફાયદામાં રહેશો…
હેડીંગ વાંચીને ચોંકી ગયા ને? એક તરફ આપણે બધા જ્યાં મોબાઈલની સાથે સાથે મોબાઈલ ફોનના કવર પાછળ પણ સારો એવો ખર્ચ કરીએ છીએ ત્યાં અબજોપતિ હોવા છતાં બંને મહાનુભાવો મોબાઈલ કવર નથી વાપરતા. ચાલો જાણીએ આ પાછળનું તેમનું કારણ…
જી હા, અબજોપતિ હોવા છતાં પણ Teslaના માલિક અને Billionaire Elon Musk પોતાના સ્માર્ટ ફોનને કવર નથી લગાડતા. આ સિવાય Meta CEO Mark Zuckerberg પણ મોબાઈલ ફોનને કવર નથી લગાડતા, અને એવું કરવા પાછળ તેમની પાસે એકદમ સ્ટ્રોંગ રિઝન છે.
આપણે ત્યાં સમાન્યપણે એવી માન્યતા છે કે મોબાઈલ ફોનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું અટકાવવામાં આ કવર મદદરૂપ સાબિત થાય છે. પણ શું તમને ખબર છે કે મોબાઈલ ફોનને કવર નહીં લગાવવાના પણ અમુક ફાયદા છે, જેના વિશે જાણીને તમે પણ કદાચ મોબાઈલ ફોનને કવર લગાવવાનું ટાળશો. આવો જોઈએ શું છે આ ફાયદા કે જેને કારણે અબજોપતિ મસ્ક અને ઝકરબર્ગ પણ કવર યુઝ કરવાનું પસંદ નથી કરતા…
- મોબાઈલ ફોનનું કવર યુઝ નહીં કરવાના ફાયદા વિશે વાત કરીએ તો સૌથી પહેલો અને મહત્વનો ફાયદો તો એ છે કે આને કારણે તમારો મોબાઈલ ફોન ઓછો હિટ થાય છે, જે તેનું પરફોર્મન્સ ખરાબ કરે છે. એટલે જો તમે પણ મોબાઈલ ફોનને કવર નથી લગાડતા તો તે ઓછો ગરમ થશે અને સારી રીતે કામ કરશે.
- આ સિવાય મોબાઈલ ફોનને કવર નહીં લગાવવાથી તે એકદમ સ્લિમ ટ્રિમ દેખાય છે અને એની સાથે સાથે જ એની ડિઝાઈન અને કલર વધુ સારી રીતે પોપ અપ થાય છે.
- ફોન પર કવર નહીં હોવાને કારણે તેને કેરી કરવાનું સરળ થઈ જાય છે. આ ઉપરાંત તેમાં ગંદકી જમાં થવાનો કોઈ ભય નથી રહેતો.
- લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ પણ સૌથી મહત્વની અને કામની વાત કરીએ તો મોબાઈલ ફોનને કવર લગાવવાથી તેના એન્ટેના બેન્ડ બ્લોક થઈ જાય છે અને નેટવર્કની સમસ્યા ઉદભવી શકે છે. કવર વિના મોબાઈલ ફોન ઉપયોગમાં લેવાથી નેટવર્ક પણ સારી રીતે પકડાય છે.