મનોરંજન

નહીં ચાલ્યો Bade Miyan Chote Miyanનો જાદુ, પાંચમા દિવસે કલેક્શન થયું આટલું જ…

Bade Miyan Chote Miyan બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે, જોકે આ ફિલ્મ એટલો જાદું નથી ચલાવી શકી જેની મેકર્સને આસા હતી. પરંતુ Box Office Collectionની વાત કરીએ તો ફિલ્મ ધીમી ગતિએ પણ આગળ વધી રહી છે.

ડોમેસ્ટિક કલેક્શનના આંકડાઓ જોઈને કદાચ થોડી નિરાશા થઈ શકે છે એટલે કદાચ મેકર્સ ફિલ્મનું વાઈલ્ડવાઈડ કલેક્શનની ડિટેઈલ્સ શેર કરી રહી રહ્યા છે જેથી 100 કરોડનો આંકડો જોઈને પણ થોડી રાહત અનુભવાય.
આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મનું બજેટ 300થી 350 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જો ફિલ્મ 100 કરોડનો આંકડો પણ પાર કરી લે છે તો નફાના કોઈ જ એંધાણ નથી વર્તાઈ રહ્યા.


વાત કરીએ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની તો BMCMએ પાંચમા દિવસે માત્ર 2.50 કરોડની કમાણી કરી હતી. આ કલેક્શનની સાથે સાથે ફિલ્મે પાંચ દિવસમાં 43.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો આજે એટલે કે 16મી એપ્રિલના છઠ્ઠા દિવસે પણ આવું જ રહ્યું તો 6 દિવસે પણ ફિલ્મ 50 કરોડ રૂપિયાનો આંકડો નહીં પાર કરી શકે.


ફિલ્મની ઓપનિંગની વાત કરીએ તો પહેલાં દિવસે એટલે 11મી એપ્રિલના દિવસે ફિલ્મ બડે મિયાં છોટે મિયાંએ 15.65 કરોડની કમાણી કરી હતી પણ એ દિવસ બાદ આ આંકડો ક્યારે ઉપર જઈ શક્યો નથી. 12મી એપ્રિલના 7.6 કરોડ, 13મી એપ્રિલના 8.5 કરોડ, 14મી એપ્રિલના 9.05 કરોડ અને 15મી એપ્રિલના 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બોક્સ ઓફિસ પર કલેક્શનની દ્રષ્ટિએ ફિલ્મ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને જો ફિલ્મે ડોમેસ્ટિક લેવલ પર 100 કરોડના ક્લબમાં એન્ટર થવું છે તો તેના માટે એક લાંબી છલાંગની જરૂર છે, પણ આવું થવું અત્યારે તો અઘરું લાગી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button