નેશનલ

Tejasvi Surya: કાર્યક્રમમાં હોબાળો થતા ભાજપ ઉમેદવાર તેજસ્વી સૂર્યા ભાગી છૂટ્યા, કોંગ્રેસે કરી આવી કટાક્ષ

બેંગલુરુ: લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારો મતદારોને રીઝવવા વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. એવામાં એક કાર્યક્રમ દરમિયાન બેંગલુરુ દક્ષિણ(Bengaluru South)ના સાંસદ અને ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા(Tejasvi Surya)ને લોકોના રોષનો સમાનો કરવો પડ્યો હતો. શહેરમાં એક કાર્યક્રમમાં દરમિયાન ગુરુ રાઘવેન્દ્ર બેંક કૌભાંડનો ભોગ બનેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ તેજસ્વી સૂર્યાને ત્યાંથી નીકળવાની ફરજ પડી હતી. આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેજસ્વી સૂર્યાને હોબાળા વચ્ચે ભાગતા જોઈ શકાય છે.

અહેવાલો મુજબ તેજસ્વી સૂર્યાના કાર્યાલયે આ હોબાળા અંગે ચૂંટણી પંચમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ આ ઘટના 13 એપ્રિલના રોજ સૂર્યાના ચૂંટણી કાર્યાલય ખાતે “મીટ એન્ડ ગ્રીટ” સભા દરમિયાન બની હતી. ફરિયાદમાં કોંગ્રેસના બેંગલુરુ દક્ષિણના ઉમેદવાર સૌમ્યા રેડ્ડી, કર્ણાટકના પરિવહન પ્રધાન રામલિંગા રેડ્ડીની પુત્રી અને કોંગ્રેસના કેટલાક સભ્યો પર હોબાળો મચાવવાનો અને ભાજપના સાંસદને નુકશાન પહોંચડવાનો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું, “કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા લોકો, આમંત્રણ વિના, બળજબરી પૂર્વક મીટિંગમાં પ્રવેશ્યા અને હોબાળો મચાવ્યો.” આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર તેજસ્વી સુર્યા પર કટાક્ષ કરતા લખ્યું કે, “ભાજપના તેજસ્વી સૂર્યા ફરી એકવાર ઇમરજન્સી એક્ઝિટ ડોર દ્વારા ભીડમાંથી છટકી ગયા છે! બેંગલુરુ દક્ષિણના સાંસદે 5 વર્ષ ડોસા ખાતા, ફૂટબોલ રમતા અને મોજમજા કરતા વિતાવ્યા, પરંતુ ગુરુ રાઘવેન્દ્ર કોઓપરેટિવ બેંકમાં પૈસા ગુમાવનારા પીડિતોની સમસ્યા ક્યારેય સાંભળી નહીં.”

કોંગ્રેસ પાર્ટીએ પોસ્ટમાં લખ્યું કે “લોકોએ તેની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમિયાન મતદારો પર હુમલો અને દુર્વ્યવહાર કરનાર તેજસ્વી સૂર્યાના ઘમંડે હદ વટાવી દીધી છે, મતદારોએ આ અહંકારને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. કર્ણાટક ભાજપ ઉમેદવારો દરેક જગ્યાએ મતદારો તરફથી વિરોધનો સામનો કરી રહ્યા છે, આ જનઆક્રોશ માટે ભાજપ જ જવાબદાર છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button