નેશનલ
ઝેલમ નદીમાં નાવ પલટી, શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ડૂબ્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ શ્રીનગરની ઝેલમ નદીમાં બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં 10 શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ડૂબી ગયા હતા. અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ લોકોએ અકસ્માતમાં પગલે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોટમાં એક ડઝનથી વધુ બાળકો તેમજ કેટલાક અન્ય સ્થાનિક લોકો સવાર હતા. તેમને લઈને જતી બોટ ગાંદરબલથી બટવારા જઈ રહી હતી. હાલ તમામ લોકો ગુમ થયાના સમાચાર છે.