સ્પોર્ટસ

હૈદરાબાદે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર કર્યો, બેંગલુરુના બોલરોની કરી ધોલાઇ

બેંગલુરુ: સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુ સામે શાનદાર બેટિગ કરી અને ઇન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર કર્યો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિગ કરતા ટે્રવિસ હેડની સદી અને હેનરિક ક્લાસનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 287 રન ફટકાર્યા હતા. હૈદરાબાદે આઈપીએલની આ જ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન કર્યા હતા, જે આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર હતો, પરંતુ આ મેચના થોડા જ દિવસો બાદ તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. આરસીબી માટે ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન સૌથી સફળ બોલર રહ્યો, તેણે 52 રનમાં બે વિકેટ ઝડપી હતી.
ટોસ હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 287 કર્યા હતા. જે આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા આ સૌથી મોટો સ્કોર બની ગયો છે. અભિષેક શર્મા અને ટે્રવિસ હેડે 8મી ઓવરમાં જ ટીમના સ્કોરને 100ની પાર લઈ ગયા હતા. હૈદરાબાદ તરફથી ટે્રવિસ હેડે સૌથી વધુ રન કર્યા હતા. તેણે માત્ર 39 બોલમાં પોતાની સદી પૂરી કરી અને 41 બોલની ઈનિંગમાં 102 રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button