IPL 2024સ્પોર્ટસ

IPL RCB VS SRH: આઈપીએલની ઐતિહાસિક મેચ બેંગલુરુ હાર્યું

દિનેશ કાર્તિકની શાનદાર બેટિંગ પાણીમાં ગઈ: આજની મેચમાં 500થી વધુ રન

બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 30મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચ એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આજની મેચમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી, જેમાં હૈદરાબાદે બીજી વખત આઈપીએલમાં ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. આજે બેંગલુરુ સામે હૈદરાબાદે 20 ઓવરમાં 287 રનનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો. મેચના રિયલ હીરો પાંચે પાંચ બેટર (અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, એડન માર્કરામ, અબ્દુલ સમદ) રહ્યા હતા. પાંચની મહત્વની રમતને કારણે RCBએ 120 બોલમાં 287નો ખડકલો કર્યો હતો.

288 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા આવેલી RCBની ટીમે પણ ઓપનિંગ આક્રમક શરૂઆત કરી હતી પણ ટીમને 11 કરોડના સૌથી મોંઘા ખેલાડી ગ્લેન મેક્સવેલ અને સિરાજ વિનાની ટીમ હોમગ્રાઉન્ડ પર હાર્યું હતું. આમ છતાં આજની મેચમાં કુલ બંને ઇન્નીંગમાં 549 રન થયા એ પણ નવો વિક્રમ છે.

હૈદરાબાદના 287ના સ્કોર સામે બેંગલુરૂ 20 ઓવરમાં સાત વિકેટે 262 રન બનાવી શકતા 25 રનથી હૈદરાબાદ જીત્યું હતું. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને કોહલીની આગેવાનીમાં પહેલી ઓવરમાં 10, ત્રીજી ઓવરમાં 18 રન લીધા હતા, જ્યારે ચાર ઓવર પછી બેંગલુરુએ 56 રન કર્યા હતા. ઓપનિંગમાં વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે મહત્વની ભાગીદારી નોંધાવી હતી. આમ છતાં પહેલી વિકેટ વિરાટની પડી હતી, જેમાં વિરાટે (20 બોલમાં) 42 રન બનાવી આઉટ થયો હતો. 80 રને પહેલી વિકેટ પડયા પછી RCB ટીમ વતીથી વિલ જેક્સ રમતમાં આવ્યો હતો, પણ 8મી ઓવરમાં સસ્તા (ચાર બોલમાં સાત)માં રન આઉટ થયો હતો. 100 રનના સ્કોરે બીજી અને 111 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડી હતી. નવ ઓવરમાં 111 રને ત્રણ વિકેટ પડી હતી, જેમાં મયંક માર્કંડેએ કોહલી અને રજત પાટીદારની મહત્વની વિકેટ લીધી હતી.

જોકે ત્યાર બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ આગળ મજબૂત બેટિંગ કરી શક્યો નહોતો અને કેપ્ટન પેટ કમીન્સએ ફાફ (4 સિકસ અને 7 ચોગ્ગા સાથે 28 બોલમાં 62 રન)ની વિકેટ ઝડપી હતી એના પછી પાંચમી વિકેટ અમદાવાદના સૌરવ ચૌહાણની વિકેટ લીધી હતી. ગ્લેન મેક્સવેલના બદલે સૌરવને લેવામાં આવ્યો હતો. 10મી ઓવરમાં 121 રને ચોથી અને 122 રને પાંચમી વિકેટ પડતાં બેંગલુરુ પર દબાણ આવ્યું હતું. છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં દિનેશ કાર્તિક (DK ) અને મહિપાલ લોમરોર સાથે મળીને શાનદાર બેટિંગ કરી હતી. પણ RCBના 181 રનના સ્કોર પર 6ઠ્ઠી વિકેટ (મહિપાલ 11 બોલમાં 19 રન) પણ કમીન્સ લેવામાં સફળ રહ્યો હતો. આમ છતાં છેલ્લે સુધી દિનેશ કાર્તિકે મહત્વની જવાબદારી ઉપાડી બેટિંગ કરી હતી. 237 strike રેટથી રમતા દિનેશ કાર્તિકે 35 બોલમાં 7 સિકસર અને 5 ચોગ્ગા સાથે 83 રન બનાવ્યા હતા પણ એની મહત્વની વિકેટ એમ નટરાજને લીધી હતી.

આજની મેચમાં હૈદરાબાદના ધમાકેદાર પ્રદર્શનને લઇને સોશિયલ મીડિયા યુઝરે RCBની બોલિંગને જોરદાર ટીકા કરી હતી, જ્યારે મિમ્સ પણ ટ્રેન્ડ કર્યા હતા.

20 ઓવરમાં આરસીબી 7 વિકેટે 262 રન કરતા 25 રનથી હૈદરાબાદે બેંગલુરૂને હરાવ્યું હતું.

અત્યારની સિઝનમાં આજની જીત સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ 6 મેચમાંથી ચારમાં જીત અને બેમાં પરાજય થયો હતો. બીજી બાજુ આરસીબીનું તદ્ન નબળું પ્રદર્શન રહ્યું હતું, જેમાં 7 મેચમાંથી 6માં હાર્યું છે, જે પોઇન્ટ ટેબલના લાસ્ટ રહ્યું છે. આજે ટોસ વખતે આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસીસે કહ્યું હતું કે આજની મેચમાં ગ્લેન મેક્સવેલ અને મહોમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા હતા, જ્યારે સિરાજના સ્થાને લોકી ફર્ગુસન અને સૌરવ ચૌહાણને લેવાની જાહેરાત કરી હતી. આમ છતાં આજની મેચમાં મેક્સવેલની ખોટ વર્તાઈ રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button