ગરમી સામે લડવા માટે આ પીણા છે ઉપયોગી
હેલ્થ-વેલ્થ – સંધ્યા સિંહ
ગરમીમાં શરીરને ઠંડું રાખવા માટે કેટલાક પીણા ખૂબ જ ફાયદાકારક છે. એમ કહી શકાય કે ગમે તેટલી ગરમી હોય પરંતુ આ પીણા સામે તેનું કાંઇ ચાલશે નહીં. આ પીણા ઉનાળામાં લૂ લાગતા, બેભાન થતા બચાવે છે. આ સ્વાદિષ્ટ અને એનર્જીથી ભરપૂર છે. આ આપણા શરીરને ઉનાળામાં ઊર્જા આપે છે. તો આવો એક એક કરીને જાણીએ ક્યા પીણા ઉનાળામાં પીવા લાયક છે.
નારિયેળ પાણી
નારિયેળ પાણી ગમે ત્યારે પી શકાય છે. આ શરીરને ભરપૂર ઊર્જા, મિનરલ્સ અને બીજા પૌષ્ટિક તત્ત્વો આપે છ, પરંતુ ઉનાળાની ગરમીમાં નારિયેળ પાણી અમૃત જેવુ છે. કારણ કે તે તમારા બ્લડ પ્રેશરને ક્નટ્રોલ કરવામાં મદદરૂપ છે. ગરમીમાં સામાન્ય રીતે ડિહાઇડે્રશનથી તમને બચાવે છે. અને તડકાથી થતી ગરમીમાં રાહત આપે છે. પીવામાં ભલે નારિયેળ પાણી મીઠું છે. આ મીઠાસમાં સુગરનો ખતરો નથી. તે સુગરને ક્નટ્રોલ કરે છે. ગરમીમાં પેટ ખરાબ થવાની સમસ્યા રહેતી હોય છે. નારિયેળ પાણી પેટ ખરાબ થતા બચાવે છે. હાર્ટ બીટ ગરમીમાં વધી જાય છે. નારિયેળ પાણી તેને સંતુલિત કરે છે. અને વજન ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ પણ ઓછો કરે છે. હંમેશાંની જેમ ચામડીને ચમકતી રાખે છે અને ગરમીમાં જેમના મોં પર પિગ્મેટેસન રંગ વધુ દેખાડે છે તેમણે નારિયેળ પાણી પીવું જોઇએ.
તરબૂચનો જ્યૂસ
ગરમીમાં તરબૂચનો જ્યૂસ પણ ફાયદાકારક છે. કારણ કે તે આપણી ચામડીને હાઇડે્રડ રાખે છે. કિડનીને સ્વસ્થ રાખે છે. વધુ ગરમીમાં મગજને સંતુલિત રાખે છે. તરબૂચનો જ્યૂસ પણ એક સંપૂર્ણ હેલ્થ પેકેજ છે. આ હાર્ટ માટે ખૂબ સારું છે. વજન પણ ઘટાડે છે. ઇમ્યૂનિટી મજબૂત રાખે છે. કબજિયાતની સમસ્યા દૂર કરે છે. ગરમીમાં હાઇઝેશન સાથે મગજને શાંત રાખે છે. નોંધનીય છે કે તરબૂચમાં વિટામિન સી, બીટા કેરોટિન, લાઇકોપિન અને એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે. જેમાં પાણી, ઊર્જા, પ્રોટીન, કેલ્શિયમ, આર્યન, મેગ્નિશિયમ, પોટેશિયમ, સોડિયમ, જિંક, વિટામિન બી 6, વિટામિન એ , વિટામિન એ, વિટામિન-ઇ અને વિટામિન-ડી જેવાં તત્ત્વો મળે છે. ગરમીમાં તરબૂચનો જ્યૂસ એકદમ પરફેક્ટ હેલ્થ પેકેજ છે.
લીંબુ પાણી
લીંબુ પાણી પણ એક પીણુ છે જે ક્યારેય પણ પી શકાય છે. વર્ષના 365 દિવસ સુધી આ શરીરને ફાયદો પહોંચાડે છે. નુકસાન નહીં. લીંબુ પાણીમાં પાણીની માત્રા વધુ હોય છે. એટલા માટે આ શરીરને હાઇડે્રડ રાખે છે. જેમાં મળતા વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ આપણને ગરમીમાં પરસેવાથી બચાવે છે. પરસેવાથી શરીરમાંથી મિનરલ્સ અને મીઠું બહાર જતું રહે છે. ગરમીમાં થનારી એસિડિટી અને ગેસની સમસ્યાથી બચાવે છે અને સૌથી મોટી વાત એ છે કે લીંબુ પાણી વજનને ઓછું કરે છે. ગરમીમાં ગરમ હવાના કારણે લોકો બીમાર પડે છે. લીંબુ પાણી આવી બીમારીઓને બચાવે છે. આ આપણા મૂડને રિફ્રેશ કરે છે. શરીરને એનર્જી પૂરી પાડે છે. કિડનીને સ્વસ્થ રાખે છે.
છાશ
ગરમીમાં છાશનું વેચાણ વધુ થાય છે. લોકો ખૂબ છાશ પીવે છે. છાશ ગરમીથી બચાવે છે. મે, જૂનની ગરમીમાં છાશ ખૂબ રાહત આપનાર પીણું છે. કારણ કે તેમાં પ્રોબાયોટિક્સ, વિટામિન અને ડઝનેક ખનિજ તત્ત્વ હોય છે. જે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. છાશમાં કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન બી12 જેવા પોષક તત્ત્વ હોય છે. જે સ્વાસ્થ્ય માટે સારા છે.
છાશમાં પાણી વધુ હોય છે જેનાથી શરીરમાં ડિહાઇડે્રશન થશે નહીં. તેમાં વિટામિન ડી અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. હાડકા અને દાંત સ્વસ્થ રાખે છે. છાશમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટીરિયલ ગુણ પણ હોય છે. જેનાથી તમને છાશ પીવાથી અનેક પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે. છાશમાં મળી આવતું લેક્ટિક એસિડ પેટના એસિડને ઓછું કરે છે. છાશને ગરમીઓમાં પીવાના અનેક ફાયદાઓ છે. આખું પુસ્તક પણ લખવામાં આવે તો ઓછું પડી જાય છે.
સત્તૂનો શરબત
સતૂ ફક્ત બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના ગરીબોનું પીણું છે. આ એક વૈજ્ઞાનિક પીણું છે. જે આપણને ગરમીમાં ફાયદો આપે છે. આ કારણ છે કે હવે સત્તૂ ગામ અને ગરીબો સિવાય મોટાં મોટાં શહેરોમાં પ્રાઇમ પીણુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગરમીમાં સત્તૂ પીવાના અનેક ફાયદાઓ છે. આ શરીરને ઠંડુ રાખે છે. ગરમીમાં શરીરને ઠંડુ રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે જો ગરમીમાં સતત શરીર ગરમ હોય તો સન સ્ટ્રોક્સ સહિત અનેક પ્રકારના પેટના રોગ થઇ શકે છે. પાચન ક્રિયા મજબૂત બનાવે છે. વજન ઓછું કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે. લીંબુ પાણી છાશની જેમ આ પણ પેટને સ્વસ્થ રાખે છે. જોકે કોઇ પણ ઋતુમાં સત્તૂ ખાવાની અનેક રીત છે, પરંતુ ગરમીમાં સત્તૂનો શરબત પીવો સૌથી સારો છે. ખાવામાં તો સત્તૂના લાડુ પણ ખવાય છે, પરંતુ ગરમીમાં સત્તૂનો શરબત પીવાના જે ફાયદાઓ છે તે કોઇ પણ રીતે ખાવામાં નથી. જો ગોળ અને ઇલાયચીવાળો સત્તૂ શરબત પીવાથી અનેક ફાયદાઓ થાય છે. જો મીઠું, જીરા અને સત્તૂથી વધુ ફાયદો મળે છે. સત્તૂૂથી કોઇ નુકસાન થતું નથી પરંતુ ઉનાળામાં સત્તૂનો સૌથી મોટો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે આ શરબત બનાવીને પીવો છો. દરરોજ સવારે પાણીના બદલે સત્તૂ પીવામાં આવે તો તમારું પેટ આશ્ચર્યજનક રીતે સાફ થશે. માનવામાં આવે છે કે સત્તૂ સવારે એનર્જી ડ્રિક્સનું કામ કરે છે.