આપણું ગુજરાત

GSEB ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો ટૂંક સમયમાં થશે જાહેર

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)નું પરિણાણ ટુંક સમયમાં જાહેર થશે. માર્ચ 11 અને 22 દરમિયાન આયોજિત થયેલ ધોરણ 12 માની પરીક્ષાનું રિઝલ્ટ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યું છે વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી પોતાનું રીઝલ્ટ ચેક કરી શકે છે.

રાજ્યમાં હાલ લોકસભા ચૂંટણી 2024નો માહોલ છે ત્યારે બીજી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા પરિણામ તારીખ અંગે મામલો મૂંઝવણમાં મુકાયાની ચર્ચા છે. જોકે માનવામાં આવી રહ્યું છેકે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષાના પરિણામો જાહેર થવાની શક્યતાઓ છે. ગુજરાત બોર્ડ પરીક્ષાઓના પેપરો તપાસવાનું કામ પુરું થયું છે.

ગુજરાત બોર્ડ હવે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત બોર્ડ એપ્રિલ મહિના છેલ્લા સપ્તાહમાં ધોરણ 10 અને 12 પરીક્ષાના પરિણામો જાહેર કરશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા આપી છે તેમણે પરિણામ માટે હજી થોડા દિવસ રાહ જોવી પડશે.

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામ સામાન્ય રીતે મે મહિનામાં જાહેર કરવામાં આવે છે. જોકે, આ વર્ષે લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે બોર્ડ રિઝલ્ટ એક મહિના પહેલા જાહેર કરવામાં આવશે. આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેકિંગનું કામ પણ વહેલા શરુ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે આ વખતે 10 એપ્રિલ સુધીમાં બોર્ડના વિદ્યાર્થીઓના પેપર તપાસવાનું કામ પુરુ થઈ ગયું છે.

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 14 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આન્સર શીટ તપાસવાનું કામ પુરુ થતાં જ હવે ટેડા એન્ટ્રીનું કામ શરુ કરવામાં આવ્યું છે. એવું અનુમાન છે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત બોર્ડ સ્થાપિત પેટર્નને અનુસરીને, મે મહિનામાં બંને ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે. એકવાર જાહેર થઈ ગયા પછી, વિદ્યાર્થીઓ GSEBની સત્તાવાર વેબસાઇટ, https://www.gseb.org/ પર તેમનો સીટ નંબર દાખલ કરીને તેમનું પરિણામ જાણી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button