નેશનલશેર બજાર

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ, શું છે મંદીના મુખ્ય કારણો? જાણો

નવી દિલ્હીઃ ભારતમાં એક તરફ લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોર પર છે ત્યારે શેરબજારમાં આજે હાહાકાર જોવા મળ્યો હતો. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 1.14 ટકા એટલે કે 845.12 પોઇન્ટ ઘટીને 73,399.78 પર બંધ રહ્યો હતો. બજાર બંધ થતા સમયે, સેન્સેક્સ પેકના 30 શેરોમાંથી, 27 શેર લાલ નિશાન પર અને 3 શેર લીલા નિશાન પર હતા. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી સોમવારે 1.10 ટકા અથવા 246.90 પોઇન્ટના ઘટાડા સાથે 22,272.50 પર બંધ થયો હતો. બજાર બંધ થયું તે સમયે, નિફ્ટી પેકના 50 શેરોમાંથી 6 શેર લીલા નિશાન પર અને 44 શેર લાલ નિશાન પર હતા. શેર બજાર આજે સવારથી જ ઘટાડા સાથે ખુલ્યું હતું.

નિફ્ટી પેક શેર્સમાં આજે સૌથી મોટો ઘટાડો શ્રીરામ ફાઇનાન્સમાં 3.12 ટકા, વિપ્રોમાં 2.60 ટકા, ICICI બેન્કમાં 2.43 ટકા, બજાજ ફાઇનાન્સમાં 2.28 ટકા અને બજાજ ફિનસર્વમાં 2.22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, નિફ્ટી પેકમાં સૌથી વધુ તેજી ONGCમાં 5.80 ટકા, હિન્દાલ્કોમાં 2.40 ટકા, મારુતિમાં 1.17 ટકા, નેસ્લે ઈન્ડિયામાં 0.83 ટકા અને બ્રિટાનિયામાં 0.38 ટકાનો વધારો નોંધાયો હતો.

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો, આજે એક નિફ્ટી ઓઈલ અને ગેસ (+0.41%) સિવાય બાકીના બધા લાલ નિશાનમાં બંધ થયા છે. સૌથી મોટો ઘટાડો નિફ્ટી મીડિયામાં 2.23 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્કમાં 1.63 ટકા, નિફ્ટી ઓટોમાં 0.78 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 1.75 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.98 ટકા, નિફ્ટી આઇટીમાં 1.58 ટકા, નિફ્ટી મેટલમાં 0.58 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.91 ટકા, નિફ્ટી 1.91 ટકા. નિફ્ટી પીએસયુ બેન્ક 1.98 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 1.66 ટકા, નિફ્ટી રિયલ્ટી 1.09 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 1.37 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.32 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 1.24 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તંગદીલી વધી રહી છે. ભારતીય બજારમાં આજના ઘટાડાનું મુખ્ય કારણ આ જ છે.

અમેરિકાના ડૉલરમાં મજબૂતાઈ: ભૌગોલિક રાજકીય તણાવને કારણે યુએસ ડૉલર મજબૂત થયો છે. આ સાથે જ રૂપિયો પણ નબળો પડ્યો છે. સોમવારે શરૂઆતના ટ્રેડિંગમાં અમેરિકાનો ડોલર સામે રૂપિયો છ પૈસા ઘટીને 83.44 પર બંધ થયો હતો. જેના કારણે બજારનો મૂડ પણ બગડ્યો છે.

વૈશ્વિક બજારોમાં વેચાણ: મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે, વૈશ્વિક બજારોમાં જબરદસ્ત ગભરાટનો માહોલ છે જેથી વેચાણ થઈ રહ્યું છે. શુક્રવારે અમેરિકાનું શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સોમવારે વહેલી સવારના સત્રમાં એશિયન બજારો જેવા કે નિક્કી, હેંગસેંગ, કોસ્પી વગેરે દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.

વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીઃ વિશ્વમાં વધતા તણાવને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. શુક્રવારે FPIsએ રૂ. 8,027 કરોડનું વેચાણ કર્યું હતું. આ વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. તેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે.

ભારત-મોરેશિયસ ટેક્સ સંધિમાં ફેરફારો: ભારત અને મોરેશિયસે બંને દેશો વચ્ચેના ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે. આ પછી હવે મોરેશિયસ મારફતે ભારતમાં આવતા રોકાણ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. આના કારણે વિદેશી રોકાણને અસર થવાની સંભાવના છે. તેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે.

ક્રૂડના ભાવમાં વધારોઃ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે તેલની કિંમતો પર તેની અસર થવાની શક્યતા છે. જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય છે તો બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી શકે છે. અત્યારે તે લગભગ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ