ઇન્ટરનેશનલ

ઈરાન VS ઈઝરાયલઃ હુમલા નહીં કરવા માટે વૈશ્વિક નેતાની ઈઝરાયલને અપીલ

જેરુસલેમ: ઈરાને સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલ વડે હુમલો કર્યા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત વિશ્વના નેતાઓ ઈઝરાયલને બદલો નહીં લેવા અપીલ કરી છે.

બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ કેમેરોને સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે બ્રિટન જવાબી હુમલાને સમર્થન આપતું નથી, જ્યારે ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે પેરિસ “ઇઝરાયલને સમજાવવાનો પ્રયાસ કરશે કે આપણે વળતો જવાબ આપવો જોઈએ નહીં.

દાયકાઓની દુશ્મનાવટ હોવા છતાં શનિવારે ઈરાને ઈઝરાયલ પર સીધો સૈન્ય હુમલો શરૂ કર્યો હતો. ઇઝરાયલના સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇરાન દ્વારા છોડવામાં આવેલા ૯૯ ટકા ડ્રોન અને મિસાઇલોને અટકાવવામાં આવ્યા હતા.

ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ સામે ઈઝરાયલના છ મહિનાના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ અને ઈરાન અથડામણના માર્ગ પર છે. ઇરાન દ્વારા સમર્થિત બે આતંકવાદી જૂથો હમાસ અને ઇસ્લામિક જેહાદ, સાતમી ઓક્ટોબરના વિનાશક સીમાપાર હુમલો કર્યા પછી યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝામાં ઇઝરાયેલના હુમલાએ વ્યાપક વિનાશ સર્જ્યો છે અને ૩૩૭૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button