સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્લેટરને જવું પડ્યું પોલીસ કસ્ટડીમાં, જાણો શું છે સમગ્ર મામલો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર માઈકલ સ્લેટર પર એક ડઝનથી વધુ ગુનાના આરોપ બાદ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 54 વર્ષીય સ્લેટર વિરુદ્ધ મારૂચિડોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 5 ડિસેમ્બર 2023 અને 12 એપ્રિલ 2024 વચ્ચે ક્વીન્સલેન્ડના સનશાઈન કોસ્ટ પર આચરવામાં આવેલા કથિત અપરાધોને લગતા 19 કેસ નોંધવામાં આવ્યા છે.

સ્લેટર પર ગેરકાયદે પીછો કરવા, ધાકધમકી આપવા અને ઘરેલુ શોષણના 19 કેસ નોંધાયેલા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન અને ટીવી કોમેન્ટેટર પર પણ જામીન અને ઘરેલું હિંસા સહિત દસ ગુનાનો આરોપ મુકવામાં આવ્યો છે.
મીડિયાના રિપોર્ટ અનુસાર પોલીસે માહિતી આપી છે કે અનેક દિવસો સુધી કથિત ઘરેલુ હિંસાની ઘટનાઓ બાદ શુક્રવારે સનશાઈન કોસ્ટમાંથી 54 વર્ષીય પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરાઇ હતી.

આપણ વાંચો: ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે ‘જૂનના વર્લ્ડ કપ માટે હાર્દિક કરતાં શિવમ દુબે ઘણો સારો’

સ્લેટરના કેસની સુનાવણી મંગળવારે (16 એપ્રિલ) એ જ કોર્ટમાં થશે. ત્યાં સુધી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સ્લેટરે 1993ના એશિઝ પ્રવાસ દરમિયાન ડેબ્યૂ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે 74 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 14 સદીની મદદથી 42.83ની એવરેજથી 5312 રન ફટકાર્યા હતા. તેણે 42 વન-ડે મેચ પણ રમી હતી. સ્લેટરે 2004માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને સફળ ટીવી કોમેન્ટ્રી તરીકેના કરિયરની શરૂઆત કરી હતી

સ્લેટરની વનડે કારકિર્દી કંઈ ખાસ નહોતી. તેણે 42 મેચમાં 24.07ની એવરેજથી 987 રન કર્યા હતા. તેણે 9 અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ડેબ્યૂ વનડે મેચમાં અડધી સદી ફટકારી હતી પરંતુ તે પછી તેને આગામી અડધી સદી માટે 29 ઇનિંગ્સ સુધી રાહ જોવી પડી હતી.

આ કારણથી તેને 1997માં વન-ડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે 2004માં નિવૃત્તિ લીધી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે તેની છેલ્લી મેચ 2001માં રમી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button