કૉંગ્રેસને ડર છે કે જો અમે 400 સીટ જીતી લઇશું તો…..
જાણો આગામી લોકસભા ચૂંટણી પર એસ જયશંકર શું બોલ્યા
નવી દિલ્હીઃ દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે આગામી લોકસભા ચૂંટણી 2024 થી લઈને બીજેપીના મેનિફેસ્ટો અને દક્ષિણ ભારતમાં પાર્ટીની સ્થિતિ વગેરે જેવા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કૉંગ્રેસને ડર છે કે જો અમે 400 સીટ જીતી લઇશું, પરંતુ જો આમ થશે તો અમે એનો ઉપયોગ સંકલ્પ યાત્રા અને દેશના વિકાસ માટે કરીશું. દેશના વડા પ્રધાન ગમે તે પક્ષના હોય, પણ તે દેશના નેતા હોય છે, જેમનું અપમાન કરી શકાય નહીં.
તેમણે જણાવ્યું હતું કે, હવે દેશ મોટા પડકારોથી સુરક્ષિત છે. મોદી સરકારમાં અમારી પાસે એક એવા વડાપ્રધાન છે કે જેમની પાસે સત્તા છે. જો આપણને રશિયા પાસેથી તેલ ન મળ્યું હોત, તો આજે આપણે બધાએ બળતણ માટે વધુ રકમની ચૂકવણી કરવી પડી હોત. અમે કોઈક રીતે અન્ય દેશો સાથે સારા સંબંધો બનાવીએ છીએ. અને દેશે આવા ઘણા સાચા નિર્ણયો લેવાની જરૂર છે. એ માટે તમારે પીએમ મોદીને મત આપવો જોઈએ.
વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં વિદ્યાર્થીઓની સાથે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી છે તેના પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે તે દુ:ખદ છે. અને ચિંતાનો વિષય છે. જ્યારે નવા વિદ્યાર્થીઓ આવે છે ત્યારે દૂતાવાસોએ તેમની સાથે વાત કરવી જોઈએ. નોંધનીય છે કે વિદેશમાં 11 થી 12 લાખ વિદ્યાર્થીઓ છે.
કેરળ અને તામિલનાડુ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીને ખાસ કરીને તમિલનાડુ કે કેરળમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. અમારી પાસે 10 વર્ષનો નક્કર ડિલિવરી રેકોર્ડ છે. મને લાગે છે કે આ 10 વર્ષોમાં જે કંઈ પણ થયું છે તેમાં આ રાજ્યોના લોકોનો પણ ભાગ છે. અમને આશા છે કે આ રાજ્યના લોકો પીએમ મોદીને મજબૂત કરવા માટે તેમને મત આપશે.
તેમણે રામ મંદિર અને બંધારણની કલમ 370 હટાવવા અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિરઅત્યાર સુધીનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે. અમે અમારા મેનિફેસ્ટોને ગંભીરતાથી લઇએ છીએ અને જે વચન આપીએ છીએ તે પૂરું પણ કરીએ છીએ. અમારા વચનો સાચા હોય છે.