ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪સ્પેશિયલ ફિચર્સ

લોકસભા ચૂંટણીઃ આસામના એક પરિવારમાં એક ગામના જેટલા છે મતદારો

લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર કેટલાક દિવસનો જ સમય રહ્યો છે. 19 એપ્રિલે પહેલા પહેલા તબક્કાનું મતદાન છે. દરમિયાન આસામમાં એક પરિવારની માહિતી મળી છે. આ પરિવારમાં એક, બે નહીં પણ 350 મતદાતાઓ છે. આ પરિવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર દેશનો સૌથી મોટા પરિવારમાંનો એક છે. આપણે આ પરિવાર વિશે માહિતી મેળવીએ.

આસામના સોનિતપુર જિલ્લામાં સ્વર્ગસ્થ રોન બહાદુર થાપાનો પરિવાર રહે છે. થાપાનો પરિવાર 19 એપ્રિલે યોજાયેલા લોકસભાના પ્રથમ તબક્કામાં મતદાન કરશે. રોન બહાદુર થાપાને 12 પુત્ર અને 9 પુત્રી છે. મળતી માહિતી અનુસાર તેમની પાંચ પત્ની હતી. તેમના દીકરા, દીકરી, પૌત્ર, પૌત્રી, દોહિત્ર, દોહિત્રી, પૌત્ર, પૌત્રી વગેરેની ગણતરી કરીએ તો તેમના પરિવારના કુલ સભ્યો 1200 જેટલા થાય છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં તેમના 1200 સભ્યના પરિવારમાંથી 350 લોકો મતદાન કરવાના છે.


પોતાના પરિવાર વિશે માહિતી આપતા થાપાના એક દીકરાએ જણાવ્યું હતું કે તેમના ઘરમાં બધા ભણેલા ગણેલા છે. જો કે, તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે તેમનો પરિવાર હજુ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શક્યો નથી. તેમના ઘરના બાળકોએ ઉચ્ચ શિક્ષમ પણ મેળવ્યું છે. તેમના પરિવારના કેટલાક લોકો બેંગલૂરું જઇને સ્થાયી થયા છે અને ખાનગી નોકરી કરે છે. તેો પોતે એક મજૂર તરીકે કામ કરે છએ અને આસામમાં જ રહે છે. થાપાના આ પુત્રનો 8 દીકરા અને 3 દીકરીનો બહોળો પરિવાર છે.


થાપાના અન્ય એક પુત્ર સરકી બહાદુરે પણ તેમના પરિવાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમની ઉંમર 64 વર્ષની છે. તેમના પિતા થાપા 1997માં મૃત્યુ પામ્યા હતા. સરકીને પણ 3 પત્ની અને 12 બાળકો છે.


આસામમાં 14 લોકસભા સીટો માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલના રોજ અને ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button