અત્યારે IPL 2024નો ફીવર ક્રિકેટપ્રેમીઓ પર છવાયેલો છે અને અત્યાર સુધી રમાયેલી દરેક મેચમાં કંઈકને કંઈક એવું બન્યું છે કે ક્રિકેટપ્રેમીઓના રોમાંચ અને મનોરંજનમાં કોઈ કસર બાકી નથી રહી… આવું જ કંઈક ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે CSK Vs MI વચ્ચે રમાયેલી IPL 2024ની 29મી મેચમાં જોવા મળ્યું હતું.
આ મેચમાં MIના ભૂતપૂર્વ કેપ્ટન Rohit Sharmaની સદી પણ MIને જીત ભલે ન અપાવી શકી હોય પણ Rohit Sharmaના આ શાનદાર પર્ફોમન્સથી તેના ફેન્સને ચોક્ક્સ મજા પડી ગઈ હતી.
હંમેશા ગ્રાઉન્ડ પર પોતાના રીએકશન અને હરકતોથી દર્શકોના દિલો પર છવાઈ જનાર Rohit Sharma સાથે ગ્રાઉન્ડ પર ગઈકાલે એવી ઘટના બની હતી કે જેને કારણે તેની પત્ની Ritika Sharmaને શરમમાં મુકાવવાનો વારો આવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કે આખરે એવું તે શું થયું Rohit Sharma સાથે મેદાન પર.
વાત જાણે એમ છે કે MIની બોલિંગ વખતે CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 12મી ઓવરના ચોથા બોલ પર લેગ સાઈડ શોટ માર્યો, જ્યાં Rohit Sharma ફિલ્ડિંગ કરી રહ્યો હતો. બોલને હવામાં જોઈને Rohit કેચ પકડવા દોડ્યો અને દરમિયાન રોહિત પીચ સાથે થોડા અંતર સુધી ઘસડાયો. પણ આટલી મહેનત છતાં પણ Rohit થી કેચ તો છૂટી જ ગયો પણ એની સાથે સાથે જ તેની પેન્ટ પણ ઉતરી ગઈ હતી.
Rohit Sharmaના આ મોયે મોયે મોમેન્ટ પર હવે પત્ની Ritika Sharmaનું રીએકશન આવ્યું છે અને એ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ ઘટના જોઈને સ્ટેન્ડમાં બેસીને મેચ જોઈ રહેલી Ritika Sharma એકદમ શરમાઈ જાય છે અને પતિથી છૂટી ગયેલા કેચનો અફસોસ પણ Ritika Sharmaના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.
ગઈકાલની મેચ વિશે વાત કરીએ તો વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલાં બેટિંગ કરીને CSKએ 206 પર ચાર વિકેટનો સ્કોર બનાવ્યો હતો. જેના સામે MI 20 ઓવરમાં 6 વિકેટ સાથે 186 રન જ બનાવી શકી હતી. જેમાં Rohit Sharma એકલાએ જ 63 બોલ 11 ફોર અને 5 સિક્સ મારીને 105 રન બનાવ્યા હતા પરંતુ રોહિતની આ સદી પણ તેની ટીમને જીત અપાવી શકી નહોતી.