IPL 2024નેશનલસ્પોર્ટસ

WATCH: મેચ પછી Sha Rukh Khanને કરેલા આ એક કાર્યએ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ વીડિયો

કોલકાતા: બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન(Shah Rukh Khan) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)ને સપોર્ટ કરવા જ્યારે સ્ટેડીયમમાં આવે છે ત્યારે ચાહકોનું ધ્યાન ક્રિકેટ કરતા તેના પર વધુ રહે છે.

ગઈ કાલે કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ(LSG) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન હાજર રહ્યો હતો. મેચ પત્યા બાદ તેણે કરેલા એક નાનકડા કાર્યથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

એક ફેન દ્વારા શૂટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન ખાલી થયેલી સીટો અને VIP વિભાગના ફ્લોર પરથી KKRના ઝંડા ઉપાડી રહ્યો છે. શાહરૂખ ખાન ફ્લોર પર પડેલા કેટલાક ઝંડા ઉપાડે છે અને તેને તેના બોડીગાર્ડને આપે છે.

https://twitter.com/Revamped_SRKC/status/1779524802438631921

વીડિયોમાં ચાહકો શાહરૂખ ખાનના નામની બૂમો પાડતા સાંભળી શકાય છે. ફ્લોર પરથી ઝંડા એકઠા કર્યા બાદ, શાહરૂખ ચાહકો તરફ ફરે છે અને ફ્લાઈંગ કિસ આપે છે. જેનાથી ચાહકોમાં આનંદની લહેર ફરી વળે છે.

મેચ બાદ શાહરૂખ ખાન મેદાન પર કેટલાક ખેલાડીઓ અને ચાહકોને મળ્યો હતો. તેણે જાંબલી રંગનું KKR ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. મેચમાં શાહરૂખની દીકરી સુહાના ખાન અને નાનો દીકરો અબરામ પણ હાજર હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે આઠ વિકેટે જીત નોંધાવી હતી. KKR પાંચ મેચમાંથી ચારમાં જીત નોંધાવી 8 પોઈન્ટ મેળવ્યા છે, આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. LSG ત્રણ જીત અને ત્રણ હાર સાથે પાંચમા સ્થાને છે અને તેના છ પોઈન્ટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button