ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘…અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો’, ઈઝરાયલ પર હુમલા અંગે UNSC સમક્ષ ઈરાનનો જવાબ

ન્યુયોર્ક: શનિવારે રાત્રે ઇરાને ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઈલ્સ વડે હુમલો કર્યો હતો. અગાઉ ઇઝરાયલે સિરીયામાં ઈરાનની સેના જનરલ અને અન્ય બે અધિકારીઓની હત્યા કરી હતી, જેના બદલામાં ઇરાને આ હુમલો કર્યો હતો. ઈરાનના દૂતે રવિવારે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સીલને જણાવ્યું હતું કે ઈરાન તેના “સ્વ-રક્ષણના સહજ અધિકાર”નો ઉપયોગ કરી રહ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં દમાસ્કસમાં ઈરાની કોન્સ્યુલેટ પર ઈઝરાયેલના હુમલા અંગે અમીર ઈરાનના પ્રતિનિધિ સઈદ ઈરાવાનીએ જણાવ્યું કે, “સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની તેની ફરજમાં નિષ્ફળ ગઈ છે.”

તેમણે કહ્યું કે તેહરાન પાસે જવાબ આપવા સિવાય “કોઈ વિકલ્પ” નહોતો, તેમનો દેશ “યુદ્ધ ઇચ્છતો નથી” પરંતુ કોઈપણ “ધમકી અથવા આક્રમણ” નો જવાબ આપશે.

ઈરાને શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર 200 જેટલા ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલે આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. જેના કારણે ઈઝરાયેલમાં હુમલાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતો તણાવ અન્ય દેશો માટે પણ ચિંતાનો વિષય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button