ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
A B
રાણકપુર ઉત્તરાખંડ
હરિદ્વાર કેરળ
બોધગયા રાજસ્થાન
સારનાથ બિહાર
ગુરુવાયુર ઉત્તર પ્રદેશ

ઓળખાણ પડી?
શિવજીનું આપ શંભુ મંદિર કયા શહેરમાં સ્થિત છે એની ઓળખાણ પડી? અહીંનું શિવલિંગ પ્રાકૃતિક હોવાની માન્યતા છે.
અ) લખનઊ બ) જમ્મુ ક) ભુવનેશ્ર્વર ડ) પાટણ

ગુજરાત મોરી મોરી રે
કવિ ન્હાનાલાલના પ્રાર્થના ગીતમાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, ——– સખા હિતકરણા’
અ) ઉત્તમ બ) બાંધવ ક) અનુપમ ડ) સહિયારા

માતૃભાષાની મહેક
કાળ એટલે સમય, વખત, વેળા, જમાનો. તે કોઈએ ઉત્પન્ન કરેલો નથી. આદિ અંતથી રહિત છે. મનુષ્યનું જીવવું તથા મરવું એ કાળને આધીન છે. એ જરા વાર પણ થોભતો નથી, સર્વ પ્રાણીઓને સુખદુ:ખથી જોડી દે છે, સર્વનો સંક્ષેપ કરી નાખે છે અને સર્વને મરણની સમીપમાં લઇ જાય છે તેથી તે કાળ કહેવાય છે. કાળનો કોદરો એટલે અણીને વખતે કામ લાગે એવી ઉપયોગી ચીજ.

ઈર્શાદ
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા, તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. – કવિ ન્હાનાલાલ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ઘણી વાર જ્ઞાની પુરુષ પણ વધારે પડતા આત્મવિશ્ર્વાસથી થાપ ખાઈ જતા હોય છે’ વાક્યમાં થાપ ખાવીનો અર્થ શું થાય એ જણાવો.
અ) ભૂલી જવું બ) થોભી જવું ક) ભૂલ કરવી ડ) મુશ્કેલી કરવી

માઈન્ડ ગેમ
૧૧૦ હેક્ટરમાં પથરાયેલું,૧૭૮૭માં તૈયાર કરવામાં આવેલું ભારતનું સૌથી જૂનું જગદીશચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડન કયા શહેરમાં છે? ૨૦૦ વર્ષ જૂનું વડનું ઝાડ અનોખું આકર્ષણ છે.
અ) કોઈમ્બતૂર બ) ચંદીગઢ ક) કોલકાતા ડ) ઈમ્ફાલ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ

A B
ગુંટુર આંધ્ર પ્રદેશ
છાપરા બિહાર
કોસંબા ગુજરાત
રોહતક હરિયાણા
રાંચી ઝારખંડ

ગુજરાત મોરી મોરી રે
સમરાંગણથી

ઓળખાણ પડી?
ચિત્રકૂટ ધામ

માઈન્ડ ગેમ
કામાખ્યા

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નિર્દોષ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) પ્રતીમા પમાની (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) નીતા દેસાઈ (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) ભારતી બુચ (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) લજીતા ખોના (૧૬) મહેશ સંઘવી (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્યોતી ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નિતીન જે. બજેરીયા (૨૩) વીણા સંપટ (૨૪) દિલીપ પરીખ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) ભાવના કર્વે (૨૮) જગદીશ વલ્લભ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) સુનીતા પટવા (૩૧) રજનીકાંત પટવા (૩૨) અંજુ ટોલીયા (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હીના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૩૯) પુષ્પા ખોના (૪૦) પ્રવીણ વોરા (૪૧) કિશોર બી. સંઘરાજકા (૪૨) જયવંત પદમશી ચિખલ (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૫) નયન ગિરીશ મિસ્ત્રી (૪૬) મહેન્દ્ર લોઢાવીયા (૪૭) નિખીલ બંગાળી મિસ્ત્રી (૪૮) એમીષી બંગાળી (૪૯) અલકા વાણી (૫૦) સુરેખ દેસાઈ (૫૧) નંદકિશોર સંજાણવાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button