આમચી મુંબઈ

Good News: વર્ષોથી અટકેલા એસઆરએના 47 પ્રોજેક્ટ ટૂંક સમયમાં ચાલુ થશે

મુંબઈ: મુંબઈ શહેરમાં અનેક ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ માટેના અનેક પ્રકલ્પો રખડી પડ્યા છે. સ્લમ રિહાબિલિટેશન ઓથોરીટી (એસઆરએ) હેઠળના 47 અધૂરા પ્રોજેકટને ઝડપથી શરૂ કરવા સાથે પૂર્ણ કરવા માટે 16 કંપનીએ ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી ઝૂંપડપટ્ટીઓના પુનઃવિકાસનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

સપનાનું ઘર પૂરું પાડવા માટે લોકોને એસઆરએ દ્વારા નાણાકીય કંપનીઓને આ પ્રકલ્પ સોંપવા બાબતે વિચાર કરવામાં આવી રહ્યો છે. અમુક કંપનીઓએ તો એક કરતાં વધારે પ્રોજેકટમાં સામેલ થવા માટે રુચિ બતાવી છે. આ પ્રોજેકટને નાણાકીય કંપનીને આપવા માટે જરૂરી પરવાનગી મળ્યા પછી પ્રોજેકટને નાણાકીય કંપનીઓને સોંપવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.


એસઆરએ દ્વારા મુંબઈમાં અનેક પ્રકલ્પો શરૂ કર્યા છે. આ પ્રોજેકટ માટે ઝૂંપડપટ્ટી વિસ્તારના ઘરોને ખાલી કરાવ્યા બાદ અને બીજા પ્રોજેકટના કામને અધૂરું રાખવામાં આવવાને લીધે પુનઃવિકાસના કામો અટકી પડ્યા છે. એસઆરએ ગયા વર્ષના રખડી પડેલા અને અધૂરા પ્રોજેકટને પૂર્ણ કરવા માટે નાણાકીય કંપનીની મદદ લેવાનો નિર્ણય લીધો છે.
એક અહેવાલ મુજબ એસઆરએ પ્રોજેકટના નામે અનેક બિલ્ડરોએ કંપનીના નામ પર કરોડો રૂપિયાની લોન લીધી છે, જોકે હજુ અનેક પ્રોજેકટના કામ શરૂ નથી થયા અને અમુક પ્રોજેકટનું કામ પણ રોકાઈ ગયા છે.


ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ પ્રોજેકટ હેઠળ બિલ્ડીંગ પૂર્ણ નહીં થતાં અનેક નાણાકીય કંપનીના પૈસા બિલ્ડરો પાસે અટકી પડ્યા છે. જેથી સરકાર આ પૈસાને ડૂબવાથી બચાવવા અને પ્રોજેકટને ફરી શરૂ કરવાના પ્રયત્નો કરી રહી છે. અભય યોજના વડે પૈસાને પ્રોજેકટ પૂર્ણ થયા બાદ નાણાકીય સંસ્થાને આપવામાં આવશે.


આ યોજનાનું અમલીકરણ કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સંસ્થા પાસેથી તેમનું એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) મગાવવામાં આવ્યું હતું. આ યોજનાથી થતાં લાભને જાણીને નાણાકીય સંસ્થાઓએ સરકારના પ્રકલ્પને પૂર્ણ કરવામાં રસ દાખવ્યો હતો, જેથી હવે નાણાકીય સંસ્થાઓને કામ સોંપવાનું કામ છેલ્લા તબક્કામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button