ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ટોચની ચેસ સ્પર્ધામાં ત્રણ ભારતીયો વચ્ચે તીવ્ર હરીફાઈ, ડી. ગુકેશ પાછો મોખરે આવી ગયો

ટૉરન્ટો: વિશ્ર્વના બીજા નંબરને સૌથી મોટા દેશ કૅનેડાના સૌથી મોટા શહેર ટૉરન્ટોમાં કૅન્ડિડેટ્સ નામની ચેસ ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને એમાં ભારતના ત્રણેય ખેલાડીઓ વિશ્ર્વના દિગ્ગજોને ટક્કર આપી રહ્યા છે. એ તો ઠીક, પણ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસનને હરાવી ચૂકેલા ત્રણેય ભારતીય ખેલાડીઓ અંદર-અંદર પણ એકમેકને હરાવવા કોઈ કસર બાકી નથી રાખતા.

શનિવારની જ વાત કરીએ. 17 વર્ષના ચેન્નઈના ડી. ગુકેશે નાશિકના વિદિત ગુજરાતીને ભારે રસાકસીવાળા મુકાબલામાં હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ફરી મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. ગુકેશના સૌથી વધુ પાંચ પૉઇન્ટ છે. જોકે રશિયાનો ઇયાન નેપૉમ્નિયાચ્ચી પણ તેની સાથે અવ્વલ સ્થાને છે.


આ પણ વાંચો:
ચેસમાં મોટો અપસેટ: ભારતીય ખેલાડીએ વર્લ્ડ નંબર-થ્રીને હરાવ્યો

આ ટૂર્નામેન્ટમાં હજી છ રાઉન્ડ બાકી છે અને ગુકેશ (પાંચ પૉઇન્ટ) તથા નેપૉમ્નિયાચ્ચી (પાંચ પૉઇન્ટ) પછી ભારતનો જ આર. પ્રજ્ઞાનાનંદ 4.5 પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ અમેરિકાનો હિકારુ નાકામુરાના પણ 4.5 પૉઇન્ટ છે.

જોકે વિદિત ગુજરાતી પણ ગુકેશ અને પ્રજ્ઞાનાનંદથી બહુ પાછળ નથી. વિદિત 3.5 પૉઇન્ટ મેળવી ચૂક્યો છે.
મહિલાઓમાં ભારતની કૉનેરુ હમ્પી 3.5 પૉઇન્ટ સાથે બીજા નંબરે અને પ્રજ્ઞાનાનંદની મોટી બહેન આર. વૈશાલીના 2.5 પૉઇન્ટ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button