નેશનલ

ઉજ્જવલા યોજનામાં હજુ બીજા આટલા લાખ એલપીજી કનેક્શન ફ્રી આપશે સરકાર….

નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે સરકારે બુધવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને 75 લાખ નવા એલપીજી કનેક્શન આપવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

આ સાથે આ યોજનાનો લાભ મેળવનારી મહિલાઓની કુલ સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે. આ કનેક્શન આપવા માટે કુલ 1,650 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેનો બોજ કેન્દ્ર સરકાર ઉઠાવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016માં વડા પ્રધાન મોદીએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.

આ ઉપરાંત કેબિનેટનો એક મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે 7,210 કરોડ રૂપિયાના ઈ-કોર્ટ મિશન પ્રોજેક્ટ ફેઝ 3ને પણ આજે મંજૂરી આપવામાં આવી છે. તેનો હેતુ ઓનલાઈન અને પેપરલેસ કોર્ટની સ્થાપના કરવાનો છે. આ ન્યાયિક વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે. તેમજ પેપરલેસ કોર્ટ માટે ઈ-ફાઈલિંગ અને ઈ-પેમેન્ટ સિસ્ટમને સાર્વત્રિક બનાવવામાં આવશે. અને તમામ કોર્ટ સંકુલોમાં 4,400 ઈ-સેવા કેન્દ્રો સ્થાપવામાં આવશે.

પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે G20નું સફળ સંગઠન વડા પ્રધાનના કાર્યક્ષમ નેતૃત્વ અને મજબૂત ઈચ્છા શક્તિનું પ્રતીક છે અને તેના સફળ સંગઠનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. નવી દિલ્હી ઘોષણા પર સર્વસંમતિ એ ભારતની વધતી શક્તિ અને વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશોને એક મંચ પર લાવવાનું પ્રતિબિંબ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારત આજે વિશ્વમાં એજન્ડા સેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

G20 સમૂહમાં આફ્રિકન યુનિયનનો સમાવેશ એ વાત સાબિતી છે કે ભારત આજે ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ઉભરી આવ્યું છે. ગ્લોબલ સાઉથ શબ્દનો ઉપયોગ ઘણીવાર ઘણીવાર વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button