જાણો કઈ વસ્તુ Vicky Kaushal ડાયિટંગમાં ચિટિંગ કરવા થયો મજબૂર
વિકી કૌશલ આ દિવસોમાં પોતાની ફિલ્મ છાવાને લઈને સતત ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા એક સ્ટ્રીટ ફૂડની મજા લેતો જોવા મળી રહ્યો છે.
ફિલ્મ માટે વિકી કડક ડાયટ ફોલો કરી રહ્યો છે, પરંતુ વિકીનો એક વીડિયો સામે આવ્યો છે જેણે તેને એક્સપોઝ કરી દીધો છે. જોકે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિકીએ પોતાના ડાયટ પ્લાન સાથે ચિટીંગ કર્યુ છે. જોકે વિકી જે વસ્તુ ખાઈ રહ્યો છે તે ભલભલાને લલચાવી શકે છે. આ વસ્તુ છે મહિલાઓની ફેવરીટ પાણીપુરી.
વિકીએ પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તે પોતાની ડાયટ ભૂલીને પાણીપુરી ખાતા જોવા મળી રહ્યો છે, જ્યારે તેણે પાણીપુરી જોઈ તો તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને ખુશીથી ઉછળી પડ્યો. વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની રોમેન્ટિક કોમેડી ફિલ્મ 19 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દિવસોમાં વિકી ફિલ્મ બેડ ન્યૂઝ અને છાવાના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ છાવાનું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે.
આ ફિલ્મમાં વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની જોડી જોવા મળશે. ફિલ્મમાં રશ્મિકા યેસુબાઈ ભોંસલેનું પાત્ર ભજવતી જોવા મળશે. આ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે.
ફિલ્મ છાવાઃ ધ ગ્રેટ વોરિયર રાજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. વિકી કૌશલ આ ફિલ્મમાં રાજા છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે. ફિલ્મ છાવાનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, અક્ષય ખન્ના ઔરંગઝેબના રોલમાં જોવા મળશે. આ સિવાય આશુતોષ રાણા, દિવ્યા દત્તા અને પ્રદીપ સિંહ રાવત જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશ