ઉત્સવ

જોર કરી જુમૈયા ચાલે – કચ્છનાં પાટ પૂજન

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. તેમાંય ચૈત્ર નવરાત્રી હિન્દુ નવવર્ષના પ્રથમ દિવસ તરીકે આરંભાય છે. આ શુભ દિવસોમાં ઘટસ્થાપના, માતાજીની વિશેષ પૂજા-અર્ચનાનો મહાત્મ્ય છુપાયેલો છે. કચ્છમાં તો રાજશી સમયથી આનંદનાં (સેજનાં) પાટ પૂજન કરવામાં આવે છે. કચ્છની શકિતપીઠોમાં બન્ને નવરાત્રીઓ; ચૈત્ર અને આસો માસમાં થતી સેજનાં પાટ પૂજનની અનેરી મહત્તા છે. જોકે કાળબળ અને સમાજની ગતિશીલતાના કારણે કેટલાક ફેરફારો થયા છે છતાં એનાં મૂળભૂત અંશોને જાળવી રાખનારી કચ્છી પ્રજા તેને કોઈ કાળે વિસ્મૃત કરી દે તેમ નથી. સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રનો જનસમુદાય વિસ્તરણ પામેલ આ પાટ પરંપરા આજેય અકબંધ રીતે નિભાવે છે.

આ પાટ પંથ કે ધર્મના નામે પ્રચલિત છે. તેના સાધના માર્ગમાં પ્રદેશભેદે, જાતિભેદે કે અમુક જાતના ક્રિયાકાંડોમાં શબ્દ-મંત્રોના લીધે ફેરફારો જોવા મળે છે. પરંતુ તેના મુખ્યત્વે ત્રણ વિભાગો છે: પંજોપાટ, દશોપાટ અને વીશોપાટ. કચ્છ અને હાલારમાં વધુ એક ચોથા પ્રકારના પાટનો પણ બહોળો મહિમા જોવા મળે છે એને એ છે “ભલારા (ભાલારા) દાદાનો પાટ.

પંજો પાટની નિજ ક્રિયાઓ બાદ સૌ નરનારીઓ તેના દર્શનનો લાભ લઈ શકે છે, પરંતુ દશાપાટમાં પંજાપાટની છાયા લીધેલ કે ગુરૂધારણ કરેલ પ્રવેશી શકતાં નથી. વળી, દશા પાટના તો અનુયાયી પણ વીશા પાટના ક્રિયાકાંડમાં પ્રવેશી નથી શકતા. જયારે વિશાપાટમાં બેઠેલાઓને બાકીનાં આ બંને પાટમાં પ્રવેશવાની છૂટ હોય છે. પંજા પાટના પણ પેટા વિભાગો પણ જાણવા મળે છે. ૧. સાદો પંજો પાટ, ૨. સૂરજ સાંખિયું અને ૩. ખીચડીયા કોરી. તેમાં ખીચડીયા કોરી જરા અલગ છે, આ પ્રકારનાં પાટની વિધિ પ્રથમ પ્રમાણે જ શરૂઆતમાં કરવામાં આવે. એ બાદ આખું ગામ “ધૂંવા-બંધ ખીચડી-ખાટિયો ખાવાને આવે છે. જે લોકોની એકતાને સૂચવે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઘણા ગામો રબારી, ભરવાડ, આહિરોની વસ્તીથી પૂર્ણ હોય છે. એટલે “ભાવતે અચીજા” ના ભાવે ખીચડીનાં બકડીયા ચઢે અને ખાટિયો એટલે જાડી ઘટ્ટ કઢી સૌને ભરપેટ જમાડાય છે.

એક – એક પાટ એના શબ્દમંત્ર, ક્રિયાની વાણી અને આરાધ પર ભેદ ધરાવે છે. જેનું ‘હરિ અનંત, હરિકથા અનંતા’ જેવું છે. એના ખાસ મહિનાઓ મહા, ચૈત્ર અને ભાદરવો ગણાય છે. આમાં પણ જો ત્રણ માસના બીજના દિને ચંદ્રદર્શન હોય તો અને તે દિને, અથવા શનિવાર હોય તો એ “થાવર બીજ કહેવાય છે. આ પાટની સંતવાણીમાં કહેવાયું છે કે “બીજ રે થાવર દિન અતિ રૂડો, તમે જોર કરી જુમૈયા ચાલે. જુમૈયો એટલે પાટ દર્શન.

ભાવાનુવાદ: સનાતનમેં નવરાત્રિજો ખાસ મિહત્વ આય. તેમેં હિન્ધુ નવે વરેજો પેલો ડીં ચૈતરજી નવરાત્રિમેં સરૂ થિએતો. હી સુભ ડિંએંમેં ઘટથાપના, માતાજીજી વિસેશ પૂજા-અર્ચનાજો મહાત્મય છુપાયલો આય. કચ્છમેં ત રાજશી સમોનું સેજજી પાટ પૂજન કરેમેં અચેતી. કચ્છજી શકિતપીઠમેં બોય નવરાત્રિયું; ચૈતર ને આસુ મેણેમેં થીંધલ સેજજી પાટ પૂજાજો ખાસ મિહત્વ આય. હીં ત કાલજે જોરે ને સમાજજી ગતિશીલતાજે કારણે કિતરાક ફેરફાર થ્યા ઐ છતાં ઈનીજે મૂર અંશકે જાડ઼વીંધલ કચ્છી પ્રજા તેંકે કો કાલે ભુલે તીં નાય. સજે કચ્છ-સૌરાષ્ટ્રજો જનસમુડાયમેં ફેલલ હી પાટ પરંપરા અજ઼ પ અકબંધ રીતે નિભાયમેં અચેતી.

હી પાટ પંથ ક ધર્મજે નાંલે પ્રિખ્યાત આય. ઇનજી સાધના મારગમેં પ્રડેસ ભેદ, જાતિભેદ ક અમુક જાતજે ક્રિયાકાંડેજા સબધ- મંત્રજે લીધે ફેરફાર ન્યારેલા જુડ઼ેતા. પ તેંજાં મેન ત્રે ભાગ પેંતા: પંજોપાટ, દશોપાટ ને વીશોપાટ. કચ્છ ને હાલારમેં અનાં હિકડો ચોથે પ્રિકારજો પાટ પ્રિખ્યાત આય ને ઇ આય “ભાલારા ડાડાજો પાટ.

પંજે પાટજી નિજ ક્રિયા પૂંઠીયા મિડ઼ે ડરસનજો લાભ ગ઼િની સગેતાં. પ દશેપાટમેં પંજેપાટજી છાયા ગિનંધલ ક ગુરૂ ધારણ કરીંધલ પ્રવેસિ નતાં સગે. વરે, દશે પાટજા ત ચેલા પ વીશે પાટજી ક્રિયાકાંડમેં પ્રવેસિ નતાં સગે. જડે વીશે પાટમેં વઠેલેં કે બાકીજે બોય પાટમેં વે જી છૂટ હોયતી. પંજે પાટજા પેટા પ્રિકાર પણ ઐ. ૧. સાધો પંજો પાટ, ૨. સિજ સાંખિયું ને ૩. ખીચડ઼ીયા કોરી. તેમેં ખીચડ઼ીયા કોરી જરા અલગ આય, હિન પ્રિકારજે પાટજી વિધિ સરૂમેં બ્યે વાંકે જ કરેમેં અચેતી. તે પૂંઠિયા સજો ગામ ધૂંવા બંધ ખીચડ઼ી-ખાટિયો ખાધેલા ભેરો થિએતો. સૌરાષ્ટ્ર કચ્છમેં ઘણે ગામેમેં રબારી, ભરવાડ, આયરેજી વસતીસે ભરેલા ઐ. ઇતરે ‘ભાવ તે અચીજા’ જે ભાવસે ખીચડ઼ીજા બાકડીયા ચઢે ને ખાટિયો મીણિકે ધ્રોસટ જિમાડેમેં અચેતી.

હિકડો – હિકડ઼ો પાટ તેંજે સબધ- મંત્ર, ક્રિયાજી વાણી નેં આરાધસે જુધો પેતો. જેંજો ‘હરિ અનંત હરિકથા અનંતા’ જેડ઼ો આય. તેંજાં ખાસ મેણાં મા, ચૈતર ને ભદરો ગણાજેતો. તેમેં પ જકાં ત્ર્યે મેણેજે બિજજે ડીં ચંધર વે ત ઈજ ડીંજો નકા પોય શનિવાર વે ત ઇ “થાવર બીજ ચોવાજેતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ