ઉત્સવ

ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું વિકસિત ભારત

આજે ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિને તેમના કાર્યોને યાદ કરીએ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ડૉ. આંબેડકર એક મૂળભૂત આર્થિક સિદ્ધાંતવાદી અને સમકાલીન સંશોધનોથી સંપૂર્ણ જાણકાર હતા. નાની ઉંમરે ઘણા વિષયો પર તેમણે લેખન કાર્ય કર્યું. તેમના કાર્યને વિશ્ર્વના અર્થશાસ્ત્રીઓ નોંધ લીધી હતી. ડૉ. આંબેડકરે એક તરફ ભારતમાં સામાજિક-રાજકીય માળખુ અને અર્થવ્યવસ્થા વચ્ચેના સંબંધો અને બીજી તરફ ભારતમાં પરિવર્તન લાવવામાં વિકાસ યોજનાઓની ભૂમિકાનો અભ્યાસ કર્યો. તેમણે જાહેર નાણાં, કરવેરા, બ્રિટિશ ભારતના નાણાકીય ધોરણો અને સ્થાનિક વેપાર પર આંતરિક અને બાહ્ય બંને કરની પ્રતિકૂળ અસરોની વ્યાપકપણે તપાસ કરી હતી. તેમણે ભારતીય ચલણ, ધિરાણ પદ્ધતિઓ, વિકાસ વ્યૂહરચના, રાજ્ય સમાજવાદ અને રાષ્ટ્રીયકરણ, વસ્તી અને કુટુંબ નિયોજન, મહિલા વિકાસ, માનવ સંસાધન સહિત વિવિધ વસ્તી વિષયક પાસાઓ, અર્થતંત્ર વગેરે જેવા વિષયો પર લખ્યું. તેમની દલીલ છે કે, ભારતમાં દલિતો અને પછાત વર્ગોની ગરીબી કુદરતી સંસાધનોના અન્યાયપૂર્ણ અને અસમાન વિતરણને કારણે છે, જેમાંથી દલિતો અને પછાત વર્ગોને વંચિત રાખવામાં આવ્યા છે. સમૃદ્ધ ઉચ્ચ વર્ગ માટે પરિસ્થિતિ અલગ છે. તેમણે વસ્તી વૃદ્ધિને રોકવા માટે રાષ્ટ્રીય કુટુંબ નિયોજન નીતિ અને શિક્ષણની તરફેણમાં દલીલ કરી. ડૉ. આંબેડકરે સરકારની વહીવટી પ્રણાલીઓનો અભ્યાસ કર્યો અને કાગળના મર્યાદિત અને આર્થિક ઉપયોગ પર ભાર મૂક્યો. તેઓ દ્રઢપણે માનતા હતા કે અર્થશાસ્ત્રના સારા સંશોધન સામાજિક નીતિના નિષ્કર્ષ માટે જરૂરી છે. જે તેમના આર્થિક લેખોમાં જોવા મળે છે. આવા મહત્વના વિષય પર સંશોધન જ નથી કર્યું પરંતુ આ મુદ્દાઓને લગતી સમસ્યાઓના તાર્કિક અને વ્યવહારુ ઉકેલો પણ આપ્યા છે.
ડૉ. આંબેડકરે પોતાના જીવનના પ્રથમ ૩૨-૩૩ વર્ષ શૈક્ષણિક, વ્યાવસાયિક અને અર્થશાસ્ત્ર સબંધિત લેખનમાં આપ્યા. ભારતમાં ડો. ભીમરાવ રામજી આંબેડકરના સામાજિક અને આર્થિક મુદ્દાઓની વાત કરવામાં આવે છે પરંતુ આર્થિક વિચાર સબંધિત ઉલ્લેખ થતો નથી તો આપણે તેમના એ વિચારને ન્યાય નથી કરી રહ્યા. બાબાસાહેબને વાંચ્યા વિના આપણે ભારતના સામાજિક અને આર્થિક મુદ્દાઓને સમજી શકતા નથી.

અર્થશાસ્ત્ર તેમનો પ્રિય વિષય હતો. તેઓ વિદ્યાર્થીકાળથી જ અર્થશાસ્ત્ર વિષયથી પ્રભાવિત હતા. તેમણે અર્થશાસ્ત્રમાં બી.એ. થી લઈને પીએચ.ડી. સુધીનો અભ્યાસ વિશ્ર્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી કર્યો. અર્થશાસ્ત્રના વિવિધ પાસાઓ પર તેમનું સંશોધન નોંધનીય છે પરંતુ ડો. આંબેડકરને માત્ર દલિતો અને પછાત વર્ગોના મસીહા, ભારતીય બંધારણના નિર્માતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે, તેમના આર્થિક પાસાને ઉજાગર કરવાના બહુ ઓછા પ્રયાસ થયા છે. આજે આ લેખના માધ્યમથી બાબાસાહેબના આર્થિક પાસાઓની ખાસ ચર્ચા કરીશું.

રાજેન્દ્રમોહન ભટ્ટનાગર પોતાના પુસ્તક ડૉ. આંબેડકર જીવન-મર્મ માં જણાવે છે કે, તેઓ મહિલાઓ અને દલિતોને પણ ઉદ્યોગસાહસિક બનાવવામાં સરકારની મદદ વિશે વાત કરે છે. તેથી જ કહી શકાય કે, “આર્થિક ઉત્થાન વિના, કોઈની પણ સામાજિક અને રાજકીય ભાગીદારી શક્ય નથી.

ચન્દનલાલ નવલ પોતાના પુસ્તક ‘ગરીબોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર’ માં જણાવે છે કે, ડો. આંબેડકરે આર્થિક અને સામાજિક અસમાનતા ઊભી કરતી મૂડીવાદી વ્યવસ્થાનો અંત લાવવાની જોરદાર હિમાયત કરી. ૧૯૨૩માં તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી ઉ.જભ. (અર્થશાસ્ત્ર)ની ડીગ્રી મેળવી. પોતાની ડી.એસ.સી. થીસીસ ઝવય ઙજ્ઞિબહયળ જ્ઞર વિંય છીાયય – ઈંતિં જ્ઞશિલશક્ષ ફક્ષમ શતિં તજ્ઞહીશિંજ્ઞક્ષ. (રૂપિયાની સમસ્યા – તેનું મૂળ અને નિરાકરણ) માં રૂપિયાના અવમૂલ્યનની સમસ્યા પર સંશોધન કર્યું, જે તે સમયનું સૌથી વ્યવહારૂ અને મહત્વપૂર્ણ સંશોધન હતું. ડૉ. આંબેડકરે ૧૯૨૩માં નાણાપંચની વાત કરતા કહ્યું હતું કે નાણાપંચનો રિપોર્ટ પાંચ વર્ષના અંતરાલ પર આવવો જોઈએ. તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (૧૯૨૫ હિલ્ટન યંગ કમિશન) ની સ્થાપના માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનું અને પ્રસ્તુત કરવાનું કામ કર્યું હતું.

પ્રિયાંશાસિંહ પોતાના શોધમાં જણાવે છે કે, ભારતીય ચલણના સંચાલન માટે ખરીદ શક્તિને સ્થિર કરવાની જરૂર છે તેવું તેઓ માનતા હતા. પ્રોફેસર કીન્સના ભારતીય ચલણને ફરીથી ડિઝાઇન કરવા અંગે ઘણા પ્રસ્તાવો સાથે આંબેડકર સહમત ન હતા. તેઓની દલીલ હતી કે, ફાઉલર કમિટીની ભલામણોને છોડી દેવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મૂળભૂત હકીકત જેને સમજવાની અને પ્રકાશિત કરવાની જરૂર છે તે એ છે કે રૂપિયાની સ્થિરતા સુનિશ્ર્ચિત કરી શકાતી નથી જ્યાં સુધી “સામાન્ય ખરીદ શક્તિ સ્થિર ન હોય. તેઓની ભલામણ મુજબ રૂપિયાને સોનામાં અસરકારક ક્ધવર્ટિબિલિટી આપવામાં આવે. તેમના પુસ્તક “રૂપિયાની સમસ્યાની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં ડૉ. આંબેડકર લખે છે, “ભારતીય ચલણ પરના પ્રવર્તમાન ગ્રંથો એ પરિસ્થિતિઓની વિવેચના કરતા નથી કે જેના કારણે ૧૮૯૩ના સુધારા થયા. મને લાગે છે કે, આ સંકટમાં મુદ્દા અને પ્રસ્તાવિત સમાધાનો સમજવા માટે પ્રારંભિક ઇતિહાસનો જટિલ અભ્યાસ જરૂરી છે. એ બાબતે વધુ માહિતી આપતા કહે છે કે, “મને આ એક ગંભીર ભૂલ લાગે છે.

પ્રવેશ કુમાર પોતાના શોધમાં જણાવે છે કે, ડૉ. આંબેડકરે કૃષિ ક્ષેત્રની પુન:રચના માટે ક્રાંતિકારી પગલાં લેવાની હિમાયત કરી હતી. આંબેડકર ખેતીની જમીનના રાષ્ટ્રીયકરણના મુખ્ય હિમાયતી હતા. તેઓ રાજ્યને લોકોના આર્થિક જીવનનું આયોજન કરવાની જવાબદારી એવી રીતે સોંપવી કે તે ઉત્પાદકતમાં સર્વોચ્ચ સ્થાન મેળવે અને ખાનગી ઉદ્યોગોની એક પણ માંગ બંધ ન થાય તેમજ સંપત્તિના સમાન વિતરણની જોગવાઈઓ કરવામાં આવે. કૃષિ ક્ષેત્રે રાજકીય માલિકીનો પ્રસ્તાવ છે ત્યાં સામૂહિક રીતે ખેતીવાડી અને ઉદ્યોગો ક્ષેત્રમાં પણ રાજ્યના સમાજવાદનું સંશોધિત સ્વરૂપ પ્રસ્તાવિત છે. કૃષિ અને ઉદ્યોગ માટે જરૂરી નાણાકીય સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર હસ્તક આપવી જોઈએ.

છૂપી બેરોજગારી અને જમીનના વધુ સારા ઉપયોગ માટે ઔદ્યોગિકીકરણ અને કૃષિ સુધારાઓ જરૂરી છે. એ માટે ડૉ. આંબેડકર અન્ય દેશોના અભ્યાસની સમીક્ષા કરતા સર હેનરીના ક્વોટને ટાંકી કહે છે કે, “ભારતમાં વધુ પડતી ખેતીનો ભય છે. તેમણે એક મહત્વપૂર્ણ પરિમાણ પર પ્રકાશ પાડ્યો જે પછીના વર્ષોમાં અને આજે પણ ભારતના વિકાસના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું મોટી કૃષિ વસ્તી વાસ્તવિક ખેતીમાં જમીનના સૌથી ઓછા પ્રમાણ વસ્તીનો અર્થ એ છે કે ખેતી પર નિર્ભર વસ્તીનો મોટો હિસ્સો ફાલતું અને બેકાર છે. આવી સ્થિતિમાં મૂડીવાદી ઉદ્યોગ કૃષિક્ષેત્રની સમસ્યામાં વધારો કરે છે. અંતે લોકોની નિર્ભરતા ભૂમિ પર કામ કરવા માટે ભારતનું ઔદ્યોગિકીકરણ એ “ભારતની કૃષિ સમસ્યાઓનો શ્રેષ્ઠ ઉકેલ છે.

ડૉ. આંબેડકરે મોટા ઉદ્યોગો સ્થાપવાની હિમાયત કરી હતી, પરંતુ ખેતીને સમાજની કરોડરજ્જૂ પણ ગણાવી હતી. ઔદ્યોગિક ક્રાંતિ પર ભાર મુકતા કહ્યું હતું કે, ખેતીની અવગણના ન કરવી જોઈએ કેમ કે તેના થકી જ દેશની વધતી વસ્તીને ભોજન અને ઉદ્યોગોને કાચો માલ મળે છે.

ડૉ. આંબેડકરે ૧૯૧૮માં પ્રકાશિત તેમના લેખ ‘જળફહહ ઇંજ્ઞહમશક્ષલત શક્ષ ઈંક્ષમશફ ફક્ષમ વિંયશિ છયળયમશયત’માં ભારતીય કૃષિતંત્રની સ્પષ્ટ ઝાંખી આપી હતી. તેઓએ ભારતીય કૃષિતંત્રની વિવેચનાત્મક તપાસ કરીને કેટલાક મહત્વપૂર્ણ પરિણામો આપ્યા જેની પ્રાસંગિકતા આજે પણ છે. તેમનું માનવું હતું કે જો કૃષિને અન્ય આર્થિક ઉધમો/સાહસિકોની જેમ સમાન ગણવામાં આવે તો મોટા અને નાનાની જમીન વચ્ચેનો ભેદ ખતમ થશે જે કૃષિ ક્ષેત્રમાં સમૃદ્ધિ લાવશે. તેમનું બીજું સંશોધન ‘ઝવય ઊદજ્ઞહીશિંજ્ઞક્ષ જ્ઞર ઙજ્ઞિદશક્ષભશફહ ઋશક્ષફક્ષભય શક્ષ ઇશિશિંતવ ઈંક્ષમશફ’ આજે પણ પ્રાસંગિક છે. આ સંશોધનમાં તેમણે દેશના વિકાસ માટે સરળ ટેક્સ સિસ્ટમ પર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે તત્કાલીન સરકારી નાણાકીય વ્યવસ્થાને સ્વતંત્ર બનાવવાનો વિચાર આપ્યો.
પ્રિયાંશાસિંહ પોતાના શોધમાં જણાવે છે કે, સુશાસન માટે જાહેર નાણાંને મજબૂત બનાવવું જરૂરી છે. ડો. આંબેડકરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નાણાકીય બાબતોનું વિવેચનાત્મક રીતે વિશ્ર્લેષણ કર્યું અને જાહેર નાણામાં થઈ રહેલા તમામ મહત્વપૂર્ણ પરિવર્તનોને સામે લાવ્યાં. સામૂહિક જવાબદારી અને સરકારની નિષ્પક્ષતા પર ભાર મૂકતા, તેમણે લખ્યું કે, સારો વહીવટ સારા નાણાં પર આધાર રાખે છે કારણ કે, નાણા એ સમગ્ર વહીવટતંત્રના મશીનનું બળતણ છે. તેઓ વધુમાં કહે છે કે, “જો વહીવટીતંત્રને સરળ રીતે કાર્ય કરવું છે તો, તેણે નિષ્પક્ષતાના સિદ્ધાંત તેમજ સરકારના કામ અને તેના અમલમાં વહીવટકર્તાઓની સામૂહિક જવાબદારીને માન્યતા આપવી જોઈએ.

ડૉ. આંબેડકર દેશના સમગ્ર આર્થિક માળખાને સંસદ દ્વારા બનાવેલા કાયદા હેઠળ નહીં પરંતુ બંધારણના કાયદા હેઠળ લાવવા માંગતા અને દૃઢપણે માનતા કે ‘એક વ્યક્તિ એક મત’ને એક વ્યક્તિ એક મૂલ્ય’માં પરિવર્તિત કરી શકાય નહીં. ભાષાના આધારે રાજ્યોની રચના અંગેની તેમની ટીકા શૈક્ષણિક રીતે ખૂબ નોંધપાત્ર અને મહત્વપૂર્ણ છે. ઘણા વિદ્વાનો અનુસાર આંબેડકર ગાંધીજીના અસ્પૃશ્યતા નાબૂદીના ઐતિહાસિક પ્રયાસને મોટા સ્તર પર ખૂબ ઝડપી બનાવ્યો કેમ કે તે સામાજિક સંબંધો પર પ્રતિકૂળ અસર કરી રહી હતી.

અર્જુન પ્રસાદ પોતાના પુસ્તક યુગ નિર્માતા ડૉ. આંબેડકર માં જણાવે છે કે, તેઓએ દિવસના ૧૨ થી ૮ કલાક કામકાજના કલાકો ઘટાડવાના સંઘર્ષનું નેતૃત્વ કર્યું. તેમને સેન્ટ્રલ બેંક, નેશનલ પાવર ગ્રીડ સિસ્ટમ, સેન્ટ્રલ ટેકનિકલ પાવર બોર્ડ, રોજગાર કાર્યાલય, સેન્ટ્રલ વોટર પ્રોજેક્ટ, નીતિ અને નેવિગેશન સિસ્ટમ જેવી ઘણી ટોચની સંસ્થાઓની સ્થાપનાનો શ્રેય જાય છે. ડૉ. આંબેડકર દ્વારા કરવામાં આવેલ સંશોધન આજના સમયમાં પણ પ્રાસંગિક છે. ભારતીય અર્થતંત્રની તમામ સામાજિક અને આર્થિક સમસ્યાઓ જેવી કે ગરીબી, બેરોજગારી, મોંઘવારી, પછાતપણું, અસમાનતા (વ્યક્તિગત અને પ્રાદેશિક), વિદેશી ચલણ સામે ભારતીય ચલણનું અવમૂલ્યન અને અન્ય સબંધિત વિમર્શ ડૉ. આંબેડકરના આર્થિક સંશોધનોમાં જોઈ શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button