જૈન મરણ
દિગમ્બર જૈન
પુષ્પાબેન પ્રેમચંદ પાલીવાલ શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તે સુજાતા, અર્ચના, અવિનાશના માતા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૪-૪-૨૦૨૪ના રોજ સાંજે ૫ થી ૭. ઠે.: અચલગચ્છ જૈન ઉપાશ્રય, લક્ષ્મી-પૂજા બિલ્ડિંગ, દેરાસર ગલી, સાંઈબાબા મંદિરની પાસે, કેબિન ક્રોસ રોડ, ભાયંદર (પૂર્વ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના હાલે કાંદાવાડીની કું. વિધી નીશર (ઉં. વ. ૩૦) તા. ૧૨/૪/૨૪ના અવસાન પામેલ છે. ઝવેરબેન શાંતીલાલ (મગન) ગાંગજી નીશરની પૌત્રી. રસીલા હિતેશની સુપુત્રી. જીગર, પપ્પુ, નિધીની બહેન. ભુજપુરના હેમલતા વેરશી હધ્ધુ દેઢિયાની દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ : ઝવેરબેન શાંતીલાલ શાહ (નીશર), ૭/૪, કલ્યાણ બિલ્ડીંગ, ખાડીલકર રોડ, ગીરગામ, મુંબઇ.
મોટી ખાખર હાલે થાણાના ચુનીલાલ વલભજી વિકમ (ઉં. વ. ૮૪) તા. ૧૧-૪-૨૪ના અવસાન પામેલ છે. ભચીબેન વલભજી ટોકરશીના સુપુત્ર. પાનબાઇના પતિ. કલ્પના/જ્યોતિના પિતા. રાઘવજી, રતીલાલ, નાના આસંબીયા કસ્તુરબેન વશનજી, કાંડાગરા મણીબેન ધરમશી, પાર્શ્ર્વચંદ્રગચ્છ પ.પૂ. અનંતગુણાશ્રી મ.સા.ના ભાઇ. બિદડા હાંસબાઇ માલશી ગોસરના જમાઇ. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. પ્રા. ટીપટોપ પ્લાઝા, પહેલે માળે, એલ.બી.એસ. માર્ગ, થાણા. ટા. ૪ થી ૫.૩૦. ઠે. ધીરેન સોની, ૧૧ શિતલ નિવાસ, ખારકર આળી, થાણા (વે.) ૬૦૧.
નાની ખાખર (હાલે ચેમ્બુર)ના અ.સૌ. લક્ષ્મીબેન હરખચંદ દેઢીયા (ઉં. વ. ૮૩) તા. ૧૧-૪-૨૪ના દેહત્યાગ કરેલ છે. હરખચંદ રવજી ખીમજીના ધર્મપત્ની. મક્કાંબેન રવજીના પુત્રવધુ. મોટી ખાખરના વેજબાઇ કુંવરજી મોનજીના સુપુત્રી. પ્રફુલ, ભાવનાના માતુશ્રી. શાંતીલાલ, જયંતીલાલ, સુરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રફુલ દેઢીયા, ૩૦૧, શિવમ હાઇટસ, શિવપુરી કોલોની, ચેમ્બુર, મું. ૭૧.
વિઢના મણીબેન (હીરબાઇ) મેઘજી ગોસર (ઉ. ૮૫) તા. ૧૨-૪-૨૦૨૪ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. મેઘજી લખમશી ગોસરના ધર્મપત્ની. માતુશ્રી વેજબાઇ લખમશી ગોસરના પુત્રવધુ. કોટડી મહાદેવપુરીના માતુશ્રી ભચીબાઇ કરમશી ઉમરશી દેઢીયાના સુપુત્રી. હરશી, રવજી, દામજી, આણંદજી, ભોજાયના હંસાબેન હંસરાજ નાગડા, સાભરાઇના મણીબેન નાનજી વિસરીયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : આણંદજી કરમશી દેઢીયા, એ/ડી-૧, સ્માઇલ કોમ્પલેક્ષ, બાલાજીનગર, રેલ્વે સ્ટેશનની બાજુમાં, ભાયંદર (વેસ્ટ).
દેશલપુર (કંઠી)ના હસમુખ રાઘવજી શામજી ગાલા (ઉં. વ. ૭૧) ૧૨/૪ના અવસાન પામેલ છે. સાકરબેન રાઘવજીના પુત્ર. જયવંતીના પતિ. કુંજલ, નીલમના પિતા. રતાડિયા (ગ.) લક્ષ્મીબેન લખમશી લધુ સાલિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હસમુખ ગાલા, ૩એ/૧૭૩, કલ્પતરૂ ઔરા, એલ.બી.એસ. માર્ગ, આર સીટી મોલની સામે, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટી વડાળ નિવાસી હાલ ઘાટકોપર રામચંદ કાળીદાસ દોશીના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૪) તા. ૧૩.૪.૨૦૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે વિલાસબેનના પતિ. દર્શિતા ભાવિન કુમાર, કેજલ હાર્દિક કુમાર, શીતલ સ્નેહલ કુમાર, ખુશ્બુ પ્રશાંતકુમારના પિતાશ્રી. તે સ્વ લક્ષ્મીચંદભાઈ, મધુબેન, રસીલાબેન. ગુણીબેન, ભાનુબેન, હંસાબેનના ભાઈ. અંકુર ,ગુંજન, વૈશાલી ચેતનકુમારના કાકા. સાસરાપક્ષે સ્વ. હઠીચંદ ગોરધનદાસ શાહ જસપરાવાળાના જમાઈ સાદડી તા.૧૪ .૪.૨૪ રવિવારના ૩થી ૬ બાલકનજીની બારી, રાજાવાડી ગાર્ડનની સામે, ઘાટકોપર ઇસ્ટ.
પ્રભાસ પાટણ વીસા ઓશવાલ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ સાયન મનસુખભાઇ પ્રેમજી સુંદરજી (ઉં. વ. ૮૯) તા. ૧૨-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સુભદ્રાબેનના પતિ. સુષ્મા તથા પ્રીતીના પિતા. તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. જીનદાસભાઇ, ચંપકભાઇ ચંદ્રકાંતભાઇ, જગદીશભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. ચંદ્રાબેન, વીમળાબેન, સ્વ. પ્રેમુબેનના ભાઇ. તે સ્વ. બાબુલાલ જાદવજી (સુદાનવાલા)ના જમાઇ. તથા પરેશભાઇ, અભયભાઇના સસરા. તે ભાવેશ, ભાવીક, ધ્રુવીલના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી દશા ઓશવાલ જૈન
મા. કાંતાબેન ઝવેરચંદ શાહ (ઉં. વ. ૯૧) ગામ વારાપધર હાલ ઘાટકોપર તા. ૧૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ડુંગરશી પૂંજાભાઇ લાલકાના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીબાઇ સુધાકર શિવજી લાપસીયા (ગામ-નલિયા)ના દીકરી. હર્ષદ તથા સ્વ. ચેતનાબેનના માતુશ્રી. સ્વ. લલિતભાઇ તથા પ્રવિણા હર્ષદ શાહના સાસુમા. દિવ્યેશ, ચાર્વિન, જયવીર, દિપેન, દીપ્તી, જલ્પા, યુગના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરેલી નિવાસી હાલ મલાડ બાવચંદ વલ્લભદાસ ટોલીયા (ઉં. વ. ૯૦) તે સ્વ. પુષ્પાબેનના પતિ. મિતેશભાઇ તથા દર્શનાબેનના પિતાશ્રી. પૂનમબેન તથા અફઝલભાઇના સસરા. કવિષના દાદા. સ્વ. રસિકભાઇ, સ્વ. બચુભાઇ, સ્વ. બાબાભાઇ, રમાબેન તથા મધુબેનના ભાઇ, મોટા સમઢિયાળા નિવાસી, સ્વ. મણીલાલ અમરશી દેસાઇના જમાઇ શુક્રવાર, તા. ૧૨-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી જૈન
બોટાદ નિવાસી હાલ ભાયંદર સ્વ. મનહરલાલ ભીખાલાલ બગડીયાના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૨) તા. ૧૨-૪-૨૪ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેન, શિલ્પાબેન, ચેતનાબેન, તૃપ્તીબેન, જીજ્ઞાબેન, રૂપાબેન, વિપુલના માતુશ્રી. અતુલકુમાર, હેમેન્દ્રકુમાર, કિરણકુમાર, દિલીપકુમાર, મયૂરકુમાર, મુકેશકુમાર, રશ્મિબેનના સાસુ. મહેન્દ્ર નગીનદાસ બગડીયા, દિલીપ રસિકલાલ બગડીયા, રાજેશ રસિકલાલ બગડીયાના કાકી. હેત્વીના દાદી. પિયરપક્ષે: લલિતભાઇ, હસમુખભાઇ, નરેન્દ્રભાઇ, મહેશભાઇ, કોકિલાબેન, અરૂણાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૩/એ/૧૦૫, શાસ્ત્રીનગર, ૬૦ ફીટ રોડ, ભાજી માર્કેટ, ગણપતિ મંદિરની પાસે, ભાયંદર (વેસ્ટ).