આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૧૪-૪-૨૦૨૪ સૂર્ય છઠ્ઠ, સ્કંદ છઠ્ઠ,
ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી.
ભારતીય દિનાંક ૨૫, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૪ સુધી (તા. ૧૫મી), પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી :બપોરે ક.૧૬-૨૫,મધ્યરાત્રિ પછી ક.૦૩-૫૫(તા.૧૫)
ઓટ: સવારે ક.૦૯-૦૩,રાત્રે ક.૨૨-૪૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – ષષ્ઠી. સૂર્ય છઠ્ઠ, સ્કંદ છઠ્ઠ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શિવ પરિવાર પૂજા, રાહુ ગ્રદેવતાનું પૂજન,અગરનાં ઔષધીય પ્રયોગો,ભગવાન સૂર્યનારાયણ વ્રત ઉપવાસ, સૂર્યનારા્યણ પૂજા ગાયત્રીમાતાનું પૂજન,જાપ, હવન, વિદ્યારંભ, બાળકને અન્નપ્રાશન.નામ કરણ, દેવદર્શન, રાજ્યાભિષેક, મંદિરોમા ંઅભિષેક પૂજા, ધજા,કળશ પતાકા ચઢાવવી,ખેતીવાડી,ધાન્ય ભરવું,પશુ લે-વડ દેવડ, ઘર, ખેતર, જમીન , મકાન લેવડ-દેવડ,પ્રાણી પાળવા.નવરાત્રિ મહિમા: આજે મા કાત્યાયની દેવીની પૂજા – અર્ચના ભક્તિ કરવામાં આવે છે. આ દિવસે સાધકે મન ‘આજ્ઞાચક્ર’માં સ્થિર કરવાનું હોય છે. યોગસાધનામાં આજ્ઞાચક્રનું બહુ જ મહત્ત્વ છે. સ્થિર મનવાળા સાધક માતાજીને ભક્તિભાવે સર્વસ્વ સોંપી દે છે. તેવા ભક્તોને માના સહજભાવે માતાના દર્શન થતાં હોય છે..
ભારતીય સંસ્કૃતિમાં જગન્નમાતાના રૂપમાં શક્તિની સ્તુતિ, ભક્તિ અનેકરૂપે કરવામાં આવે છે.”યા દેવી સર્વભૂષેતુ, માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ॥ આ સ્તુતિનું શક્તિ ઉપાસકોમાં સતત રટણ થતું રહે છે. નવરાત્રિ પર્વમાં માતૃરૂપે શક્તિની પૂજાનું આયોજન, સાધકો દ્વારા જાહેરમાં તથા વ્યક્તિગત રૂપે પણ થતું હોય છે. ઉપાસનાના માધ્યમથી દૈવીશક્તિ રૂપે શક્તિના સંચયનનું અનુષ્ઠાન છે.
આચમન:ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ અવ્યવહારુ, ચંદ્ર-શનિ ત્રિકોણ દ્રઢ નિશ્ર્ચયી, ચંદ્ર-રાહુ વ્યવસ્થા જાળવવામાં સાવચેતી જરૂરી.ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૧૫), ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૧૫)
ગ્રહગોચર: સૂર્ય-મેષ , મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.