નેશનલ
એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ઓડિશાના ખેલાડીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત
ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે બુધવારે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા રાજ્યના ખેલાડીઓને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એશિયન ગેમ્સમાં ભાગ લેનાર રાજ્યના દરેક ખેલાડીને તેમની તાલીમ, તૈયારી અને પ્રતિષ્ઠિત રમત સ્પર્ધામાં ભાગ લેવા માટે 10 લાખ રૂપિયા આપવામાં આવશે. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાશે.
એશિયન ગેમ્સમાં ઓડિશાના 13 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં એથ્લેટિક્સમાં કિશોર જેના, અંશિકા ભારતી, ઋતુ કૌરી અને સોનાલી સ્વૈન, અનુપમા સ્વૈન, નેહા દેવી ફૂટબોલમાં પ્યારી ઝાક્સા, હૉકીમાં દીપ ગ્રેસ એક્કા અને અમિત રોહિદાસ અને રગ્બીમાં ડુમુની મારાંડી, તારુલતા નાઈક, મામા નાઈક અને હુપી માઝીનો સમાવેશ થાય છે.