સ્પોર્ટસ

વિરાટ કોહલીએ ગિલ-કિશનની સરખામણી ‘સીતા ઔર ગીતા’ સાથે કેમ કરી?

બેન્ગલૂરુ: ભારતીય ક્રિકેટનો કિંગ કોહલી હમણાં તો ટીમ ઇન્ડિયાના ટૉપ-ઑર્ડરના બે બૅટર્સ શુભમન ગિલ અને ઇશાન કિશનથી ભિન્ન ટીમમાં છે. એ તો ઠીક, પણ ગિલ અને કિશન પણ અલગ ટીમમાં છે, પરંતુ તાજેતરના એક જાહેર કાર્યક્રમમાં રૉયલ ચૅલેન્જર્સના વિરાટે ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન ગિલ અને મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર કિશનના ભેગા નામ લઈને ઑડિયન્સમાં રમૂજ ફેલાવી હતી.

ટીમ ઇન્ડિયાના ટોચના બે સ્ટાર ખેલાડી ગિલ અને કિશન વચ્ચેની ભાઇબંધીથી સૌ કોઈ વાકેફ છે. ડ્રેસિંગ-રૂમમાં તેઓ સાથીઓને વારંવાર ભેગા થઈને હસી-મજાક કરતા જોવા મળતા હોય છે. તેઓ ભેગા થઈને સોશિયલ મીડિયાના વીડિયો પણ બનાવે અને ઇન્સ્ટાગ્રામ પર એકમેક સામે જોક્સ પણ પોસ્ટ કરી લેતા હોય છે.


આઇપીએલમાં તેઓ મેદાન પર હરીફ ટીમના ખેલાડી હોવા છતાં તાજેતરની એક મૅચ બાદ તેમણે ઘણી વાર સુધી ગપ્પા માર્યા હતા.

ALSO READ: MI vs RCB: RCB મેચ હાર્યું, પણ કિંગ કોહલીએ દિલ જીત્યા, હાર્દિક પંડ્યાના ટ્રોલ્સને એક ઈશારાથી શાંત કર્યા, જુઓ વિડીઓ

વિરાટે પબ્લિક ઇવેન્ટમાં ગિલ-કિશનની દોસ્તીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને તેમને આઇડેન્ટિકલ ટ્વિન્સ તરીકે ઓળખાવ્યા હતા.


વિરાટે તેમની ફ્રેન્ડશિપની વાત કરતા કહ્યું, ‘બહુત ફની હૈ, સીતા ઔર ગીતા (કિશન ઔર શુભમન). આ બન્ને ખેલાડીઓ વચ્ચેની મૈત્રી એટલી બધી ગાઢ છે કે કોઈ પણ ટૂર પર તેઓ એકબીજા વગર રહી જ નથી શક્તા. અમે જમવા કે નાસ્તો કરવા ક્યાંક બહાર જઈએ તો તેઓ સાથે જ આવે છે. કોઈ પણ ચર્ચા દરમ્યાન પણ તેઓ સાથે ભાગ લે છે. મેં તેમને ક્યારેય અલગ જોયા જ નથી. તેમના વચ્ચે ગજબની મિત્રતા છે. ધે આર ગ્રેટ ફ્રેન્ડ્સ.’


‘સીતા ઔર ગીતા’ બૉલીવૂડની સુપરહિટ ફિલ્મ છે. આ ફિલ્મ 1972માં રિલીઝ થઈ હતી અને એમાં હેમા માલિનીએ આઇડેન્ટિકલ ટ્વિન્સની ભૂમિકા ભજવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button