આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

સિંહોની ટ્રેન સાથે અથડામણ રોકવા અમરેલી વિભાગે કરી આ કાર્યવાહી

અમરેલી જિલ્લામાં છ મહિનામાં ટ્રેનની ટક્કરે સાત એશિયાટીક સિંહો(Asiatic lions)ના મોત થયા હતા, જેને કારણે વન વિભાગ અને રેલ્વે વિભાગની આકરી ટીકા કરવમાં આવી હતી. વન વિભાગે આવા અકસ્માત રોકવા માટે સાવરકુંડલાના બોરાળા ગામ પાસે પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ્વે લાઇનના લગભગ 1 કિલોમીટરના ટ્રેક પર સૌર ઊર્જા સંચાલિત એલઇડી લાઇટો(LED Lights) લગાવી છે. જેથી રાત્રીના સમયે લોકો પાયલટ દુરથી સિંહને જોઈ શકે અને અકસ્માત ટળી શકે.

જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલ(Junagadh wildlife circle)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે અમરેલીમાં ગીર (પૂર્વ) વન્યજીવ વિભાગની સાવરકુંડલા રેન્જમાં બોરાળા ગામ પાસેના રેલ્વે ટ્રેક પર સૌર ઉર્જાથી ચાલતી એલઇડી લાઇટ લગાવવાનું કામ પૂર્ણ કર્યું છે. ટ્રેકની એક બાજુએ 40 જેટલા લેમ્પ પોસ્ટ બનાવવામાં આવ્યા છે જેથી કરીને રાત્રિના સમયે ટ્રેકનું આજુબાજુના વિસ્તારને પ્રકાશિત કરી શકાય.”

પીપાવા-સુરેન્દ્રનગર રેલ્વે ટ્રેક એ અમરેલીના રાજુલાના દરિયાકાંઠે આવેલા પીપાવાવ બંદરની લાઈફલાઈન છે અને તેના પર દરરોજ સંખ્યાબંધ ટ્રેનો પસાર થાય છે, જેમાંથી મોટાભાગની માલગાડીઓ હોય છે.

અમરેલીમાં 21 જુલાઈ, 2023 અને 21 જાન્યુઆરી, 2024 દરમિયાન સાત એશિયાટિક સિંહોના ટ્રેન સાથે ટક્કર થવાથી મોત થતા વન વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ અથડામણો રાતના સમયે થઇ હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, રેલ્વે સિંહ હોટસ્પોટ વિસ્તારોમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખવા સંમત થયું હતું.

વન વિભાગ રેલ્વે ટ્રેકની બાજુમાંથી ઘાસ અને ઝાડીઓને સાફ કરી રહ્યું છે જેથી કર્મચારીઓ તેમજ લોકો-પાઇલોટ ટ્રેકની આજુબાજુ સિંહની કોઈપણ હિલચાલને જોઈ શકે. ટ્રેક પર સેન્સર સાથે સોલાર લાઇટ્સ ફીટ કરવામાં આવી છે, જે તેની રેન્જમાં કોઇપણ પ્રાણી કે મનુષ્યની હિલચાલ જોવા મળે તો લાઇટને વધુ તેજ બનાવે છે.

વન વિભાગ ટ્રેક પર સિંહોના મૃત્યુને રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે ઉકેલો અમલમાં મૂકવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ્વે લાઇનના અમરેલી સેક્શનમાં નવ લાયન હોટસ્પોટ છે, જ્યાં શહેરોની સ્ટ્રીટ લાઇટ જેવી જ સૌર-સંચાલિત એલઇડી લાઇટો ઇન્સ્ટોલ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…