ટુ-વ્હીલરનું વેચાણ હજુ સુધી પ્રી-પેન્ડેમિક પર પહોંચ્યું નથી, SIAM
નવી દિલ્હીઃ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)દ્વારા શુક્રવારે જાહેર કરાયેલ ડેટા અનુસાર એન્ટ્રી લેવલ પર કાર અને ટુ વ્હીલરનું સ્થાનિક વેચાણ તેમની પ્રી-પેન્ડેમિક ટોચ સુધી પહોંચ્યું નથી. ટુ વ્હીલર સેગમેન્ટ (75-110 cc)માં વર્ષ 2023-24માં 8 ટકાનો વૃદ્ધિદર સાથે 5.651 મિલિયન યુનિટનું વેચાણ થયું હતું. તે હજુ પણ 2018-19માં જોવા મળેલા 8.422 મિલિયન યુનિટના પ્રિ-પેન્ડેમિક પીકથી ઘણું નીચે છે.
ભારતમાં પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ નાણાકીય વર્ષ 2023-24માં 42,18,746 એકમોની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે, જેમાં વાર્ષિક ધોરણે 8.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, એમ SIAMએ જણાવ્યું હતું. SIAMના પ્રમુખ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ધીમી રિકવરી અને ગ્રાહકોનો high સેગમેન્ટમાં વાહનો ખરીદવા તરફ rush આ માટેનું મુખ્ય કારણ છે. ભારતીય અર્થતંત્રમાં સુધારો થતા ઘણા લોકો હવે બાઇક અને સ્કૂટર છોડીને કાર લેવાનું પસંદ કરવા લાગ્યા છે.
ALSO READ: Electric vehicle sales in India 2023: ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ એક વર્ષમાં 49 ટકાથી વધ્યું: કુલ વેચાણ 15.29 ટકા રહ્યું: FADA
વિનોદ અગ્રવાલે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય ઓટો ઉદ્યોગે છેલ્લા નાણાકીય વર્ષમાં 12.5 ટકાની વૃદ્ધિ સાથે ‘સંતોષકારક’ પ્રદર્શન કર્યું છે. આ વૃદ્ધિ પેસેન્જર વાહનોના સેગમેન્ટ દ્વારા કરવામાં આવી હતી જેણે એકંદર વેચાણમાં લગભગ 50 લાખ એકમોને સ્પર્શ કર્યો હતો, જેમાં સ્થાનિક વેચાણના 42 લાખ એકમો અને નિકાસના 7 લાખ એકમનો સમાવેશ થાય છે