નેશનલ

ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે ભાજપના આ સાંસદની અરજી ફગાવી…

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવીને એક મોટો ઝટકો આપ્યો હતો. આજે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના ફટાકડા પર પ્રતિબંધના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે બીજેપી સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દીધી અને કહ્યું કે ઉજવણી કરવા માટે અન્ય રસ્તાઓ શોધી શકાય છે. SCએ તિવારીને કહ્યું કે તમારે તો તમારા સમર્થકોને પણ ફટાકડા ન ફોડવા માટે કહેવું જોઈએ. અરજદાર સાંસદ મનોજ તિવારીના વકીલે ફરિયાદ કરી હતી કે દરેક જગ્યાએ ફટાકડા ફોડવા પર કોઇ આદેશ ન હોવા છતાં ઘણા રાજ્યો સંપૂર્ણ પ્રતિબંધ લાદી રહ્યા છે. જસ્ટિસ એએસ બોપન્નાએ કહ્યું કે જો સ્થાનિક સ્તરે કોઈ પ્રતિબંધ હોય તો તેને એમજ રહેવા દો, અમે તેમાં દખલ નહીં કરીએ. તમે તહેવારની ઉજવણી માટે અન્ય રીતો શોધી શકો છો.

જો કે મનોજ તિવારીના વકીલે એવી દલીલ કરી હતી કે જ્યારે ચૂંટણીના પરિણામો આવે છે પછી કોઇ પ્રસંગ હોય ત્યારે ફટાકડા ફોડાય છે. ત્યારે કોર્ટે ક્હયું કે તમારી જીતને તમે કોઇ પણ રીતે ઊજવી શકો છો. ચૂંટણીના પરિણામાં વખતે ઘણા લોકો ફટાકડા ફોટતા હોય છે પરંતુ જ્યાં પ્રતિબંધ છે ત્યાં પ્રતિબંધ છે જ…તમારે ફટાકડા ફોડવા હોય તો એવા રાજ્યમાં જાઓ જ્યાં પ્રતિબંધ ના હોય. પરંતુ જ્યાં પ્રતિબંધ હોય ત્યાં મહેરબાની કરીને આવી પરમિશન ના માંગો.

નોંધનીય છે કે દિલ્હી સરકારના પ્રધાન ગોપાલ રાયે 11 સપ્ટેમ્બરે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ફોડવા પર પણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે દર વર્ષે શિયાળામાં દિલ્હીનું પ્રદૂષણ સ્તર ખૂબજ વધી જાય છે.તેમાં પણ ફટાકડાનો ધુમાડો ભળે ત્યારે તે પ્રદૂષણનું સ્તર એટલું વધે છે કે શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. છેલ્લા બે વર્ષથી દિવાળીમાં ફટાકડા ફોડવા પર રાજધાનીમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button