રાશિફળસ્પેશિયલ ફિચર્સ

13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિના છે કિસ્મત ચમકવાના યોગ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે અને આ ઘટનાને સૂર્ય ગોચર કહેવામાં આવે છે. આ વખતે સૂર્ય 13 એપ્રિલે ચંદ્રની સ્વ રાશિ એટલે કે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલે સવારે 9.05 કલાકે સૂર્ય મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ પછી, તે 14 મેના સાંજે 5:54 સુધી મેષ રાશિમાં રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અગ્નિ તત્વ ગ્રહ સૂર્યનું જળ તત્વ રાશિ મેષ રાશિમાં આવવું એક મોટું પરિવર્તન છે. સૂર્ય ગોચરની તમામ 12 રાશિઓ પર અલગ-અલગ અસર પડશે. કેટલાક રાશિવાળાઓની તો કિસ્મત ચમકી જશે.

મેષ: મેષ રાશિમાં સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે. સૂર્ય ગોચર મેષ રાશિના લોકોના જીવનમાં સારા સમાચાર લાવશે. તેમના પ્રમોશનના વધુ ચાન્સ રહેશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાની પણ તક છે અને ખાનગી નોકરીમાં ઉચ્ચ હોદ્દા મળવાની શક્યતાઓ પણ છે. ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. વિદેશી કંપનીઓમાં સેવા અથવા નાગરિકતા માટેના તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળી શકે છે.


વૃષભ: સૂર્ય ગોચરની અસર આ રાશિના જાતકો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમની હિંમત અને બહાદુરી વધશે. તેમણે લીધેલા નિર્ણયો અને કરેલા કામની ચોતરફ પ્રશંસા થશે. ઑફિસમાં પ્રમોશનના પણ યોગ છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ ઉછાળો જોવા મળશે. જો તમે તમારી ઉર્જાનો પૂરો ઉપયોગ કરીને કામ કરશો તો તમે વધુ સફળ થશો. પરિવારજનો સાથે મતભેદ પૂરાં થશે. આ સમયગાળા દરમિયાન અભ્યાસમાં પ્રદર્શન પણ સારું રહેશે અને સારા પરિણામ મળવાની સારી તક છે. તમારા પ્રવાસાગમનના યોગ પણ બની રહ્યા છે.


મિથુન: ગોચર દરમિયાન સૂર્યના પ્રભાવને લીધે, તમારે તમારા સ્વાસ્થ્ય, ખાસ કરીને આંખ સંબંધિત વિકારો વિશે સાવચેત રહેવું પડશે. તમારી જીદ અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. ઝઘડાથી દૂર રહો અને કોર્ટ-સંબંધિત મામલાઓને બહાર પતાવી દો. પૈતૃક મિલકત કે સ્થાવર મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. કાર્યસ્થળ પર કોઈપણ ષડયંત્રનો શિકાર બનવાથી બચો. ઑફિસનું કામ પૂર્ણ કરીને સીધા ઘરે આવી જાવ તે જ સારું રહેશે. પારિવારિક વાતાવરણને તણાવપૂર્ણ બનાવવાનું ટાળો. સટ્ટામાં રોકાણ નહીં કરતા.પરિવાર સાથે બહાર ફરવા જવાની યોજના બનાવશો, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહે્શે.


કર્ક: જેમ જેમ સૂર્ય મેષ રાશિમાં ગોચર ભાવમાં આગળ વધતો જશે,તેમ તેમ આ રાશિના લોકોનો સમય ધીમે ધીમે સુધરશે કારણ કે સૂર્ય તમારી રાશિમાં બીજા ઘરનો સ્વામી છે. ગ્રહની ચાલને કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ નિયંત્રણમાં રહેશે. તમારા લગ્નજીવનની સમસ્યાઓ દૂર થશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોને તેમની હાલની નોકરી બદલવાની નવી તકો મળશે અને તેઓ તેમની નોકરીમાં પ્રમોશનથી યોગ્ય પગારની અપેક્ષા રાખશે. સૂર્ય ગોચરથી દાંપત્ય જીવનમાં કડવાશ ઓછી થશે.


સિંહ: સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે, પરંતુ મેષ રાશિમાં સંક્રમણ દરમિયાન તે તમારા બારમા ભાવમાં સ્થિત થશે, તેથી વિદેશમાં રહેતા અથવા વિદેશમાં વેપાર કરતા લોકોને આ સમયે લાભ થઈ શકે છે. જો કે, સિંહ રાશિના લોકોનું સ્વાસ્થ્ય આ સમયગાળા દરમિયાન બગડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ઘરનો જ સંતુલિત આહાર લેવો જોઈએ. યોગ ધ્યાન પણ આ સમયે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય બીમાર છે તો તેની પણ ખાસ કાળજી લેવાની જરૂર છે. નોકરિયાત લોકોએ સાચવીને ખર્ચ કરવાની જરૂર છે. વેપારી વર્ગે સાવધાની રાખવી અને હાલમાં ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લેવા જોઇએ, નહીં તો નુકસાન થઈ શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ પણ આવી શકે છે.


કન્યા: મેષ રાશિમાં સૂર્યનું ગોચર તમને અઢળક લાભ કરાવી જશે. તમને નાણાકીય લાભ મળશે. તમારી આવક વધશે. ઘર, પરિવાર, મિત્રો, સમાજ અને વહીવટીતંત્રના કેટલાક પ્રભાવશાળી લોકોમાં તમારો પ્રભાવ વધુ મજબૂત બનશે. તમને સરકારી ક્ષેત્રમાંથી પણ કેટલાક લાભ મળી શકે છે. જો તમે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરો છો તો તમારી સ્થિતિ સુધરી શકે છે. સૂર્ય ગોચરનો આ સમય તમારા પ્રેમ સંબંધોમાં તણાવ વધારી શકે છે, તેથી તમારે તમારા અહંકારને બાજુ પર રાખીને તમારા પ્રેમને મહત્વ આપવું જોઈએ. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરવાની તક મળશે. તમારે અભ્યાસમાં વધુ ધ્યાન લગાવીને પ્રયત્ન કરવાની જરૂર છે. વાહનોમાં મુસાફરી કરતી વખતે થોડું ધ્યાન રાખજો.


તુલા: તુલા રાશિના લોકો માટે સૂર્ય ગોચરનો આ સમયગોળો તેમની કારકિર્દીની સંભાવનાઓ પર અસર કરશે. તેમના પગારમાં વધારો થવાની શક્યતાઓ પણ છે. સૂર્ય ગોચર આ રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે અને તેમના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરશે. આ રાશિના લોકોની સમાજમાં પ્રતિષ્ઠા વધશે. તેમનું માન સન્માન પણ વધશે. તેઓઆત્મવિશ્વાસ સાથે કાર્યો પૂર્ણ કરશે. પરિવાર સાથેના સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે. નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે અને વિવાદોનો સામનો કરવામાં સરળતા રહેશ.


વૃશ્ચિક: સૂર્યના ગોચરની અસરને કારણે તમને ઘણી રીતે સારી સફળતા મળશે. તમારું ભાગ્ય ચમકી જશે. તમારો ધર્મ અને આધ્યાત્મિકતાતરફ લગાવ વધશે. જો બિઝનેસમાં તમે કોઇ નવો કોન્ટ્રાક્ટ કરવાના હો તો આ સમય તમારી માટે એકદમ અનુકૂળ છે. ધાર્મિક સંસ્થાઓના કામોમાં તમે સક્રિયપણે ભાગ લેશો અને ચેરિટી પણ કરશો. તમે તમારી હિંમત અને બહાદુરીની મદદથી પ્રતિકૂળ પરિસ્થિતિઓને સરળતાથી પાર કરી શકશો, પણ તમારે તમારી યોજનાઓ અને વ્યૂહરચનાઓને તે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ગુપ્ત રાખવાની જરૂર છે.


ધનુ: સૂર્ય ગોચર દરમિયાન આ રાશિ પર સૂર્યનો પ્રભાવ અણધાર્યો રહેશે. જમીન, મિલકત કે પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. માન-સન્માન અને પદમાં વૃદ્ધિ થશે, પરંતુ તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે. આગ, ઝેર અને દવાઓના પારખા કરવાનું ટાળો. લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડવામાં પાછળ નહીં રહે. કાર્યસ્થળ પર પણ ષડયંત્રનો શિકાર બનવાથી બચો. વિવાદો અને કોર્ટ-સંબંધિત બાબતો બહાર ઉકેલો તે બહેતર છે.


મકર: સૂર્યનું સંક્રમણ વૈવાહિક બાબતોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. સાસરિયાં સાથે પણ મતભેદો વધવા ન દો. વેપારની દૃષ્ટિએ ગ્રહોનું સંક્રમણ સારું રહેશે. વિવાદો અને કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે તેવા સંકેતો છે. સરકારી બાબતોમાં પણ તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. આવકના નવા સ્ત્રોત બનશે. કોઈ જૂના મિત્રની મુલાકાત પણ થ‌ઈ શકે છે, જેનાથી તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે.


કુંભ: સૂર્ય ગોચરની અસર તમારા માટે વરદાનથી ઓછી નથી, પરંતુ તમારે કેટલીક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. કાર્યમાં પ્રગતિ થશે અને લીધેલા નિર્ણયો અને કરેલા કામની પ્રશંસા પણ થશે. સ્પર્ધામાં ભાગ લેનાર જાતકોએ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. પ્રેમ સંબંધી મામલાઓમાં સમજદારીપૂર્વક આગળ વધો તો સારુ છે. આજે તમારે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવું સમજદારીભર્યું રહેશે. સંતાન સંબંધિત કોઇ ચિંતાઓ પણ તમને પરેશાન કરી શકે છે. જોકે, તમારે માટે નોકરી, વિદેશગમન, પ્રવાસ, પ્રમોશન જેવા યોગ પણ બની રહ્યા છે.


મીન: આ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ઘણા સુંદર અણધાર્યા પરિણામો લાવશે. તમારી આધ્યાત્મિક પ્રગતિ તો થશે જ અને સાથે સાથે સમાજમાં માન-સન્માન પણ વધશે. આવકના સ્ત્રોત વધશે અને ઘણા દિવસોથી આપેલા નાણા પણ પરત મળવાની આશા છે. પરિવારના સભ્યો અને વડીલો તરફથી પણ સહયોગ મળવાની સંભાવના છે. આજે તમારી સંતાનોની જવાબદારીઓ ઉત્તમ રીતે પૂરી થશે. નવા પરિણીત દંપતી માટે સંતાન પ્રાપ્તિની પણ શક્યતા છે. જોકે, પ્રેમના મામલે સમજી વિચારીને આગળ વધવું જરૂરી છે અને કોર્ટ કચેરીના મામલાથી તો દૂર જ રહેજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button