અભિનેતા કમલ સદાનાના જીવનનો આ ભયાનક કિસ્સો તમે જાણો છો?
કોઈ જાણીતી વ્યક્તિ સાથે કોઈ ઘટના ઘટે તો બે-ચાર દિવસ ચર્ચાઓ થાય પણ લોકો પછી ભૂલી જાય, પણ જેની સાથે ઘટના ઘટી હોય તેની માટે ભૂલવું અઘરું છે. આ ઘટના પણ બહુ ભયાનક હતી. વાત છે 90ના દાયકામાં બે ચાર ફિલ્મો કરી ગાયબ થઈ ગયેલા અભિનેતા કમલ સદાનાની. દિવ્યા ભારતી સાથે તુજે ના દેખુ તો ચૈન મુજે આતા નહીં…ગીતમાં તમે તેને જોયો હશે. તેણે કાજોલ સાથે બેખુદી ફિલ્મ પણ કરી હતી. આટલા વર્ષોથી ગાયબ કમલ હમણા એક ઈન્ટરવ્યુંમાં દેખાયો.
તેણે પોતાના એ દિવસો યાદ કર્યા. તમને લગભગ જાણીને ધ્રાસકો પડશે કે કમલના પિતા બૈજુ સદાનાએ તેના આખા પરિવારને ગોળીએથી વિંધિ નાખ્યો હતો, જેમાં કમલની માતા અને બહેન મૃત્યુ પામ્યા હતા અને કમલને ગળા પાસે ગોળી લાગી હતી, પણ તે બચી ગયો જ્યારે ત્યાં હાજર તેના મિત્રને હાથમાં ગોળી લાગી હતી. જોકે તેના પિતાએ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. કમલના કહેવા અનુસાર પિતા પરિવાર માટે ચિંતા કરતા હતા અને તે પોતાના હોશમાં ન હતા. કમલ આ વાતને ભૂલી જઈ તેને મળેલી જિંદગી સારી રીતે જીવવા માગે છે, તેમ તેણે જણાવ્યું હતું.
પોતાના ઈન્ટરવ્યુમાં કમલે બીજો પણ એક ખુલાસો કર્યો હતો. શ્રીદેવી જેવો ચહેરો ધરાવતી અભિનેત્રી દિવ્યા ભારતી 90ના દાયકાની એક આશાસ્પદ અભિનેત્રી હતી. તેનું મૃત્યુ હજુ પણ એક રહસ્ય છે ત્યારે તેની એક ફિલ્મના સાથી કલાકારે આટલા વર્ષે તેનાં મૃત્યુ વિશે વાત કરી છે. હવે વર્ષો પછી તેના કો-એક્ટર કમલ સદનાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. તેનું કહેવું છે કે તેને નથી લાગતું કે અભિનેત્રીએ આત્મહત્યા કરી હોય.
કમલ સદનાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે વાત કરી. આ દરમિયાન તેને અભિનેત્રી દિવ્યા ભારતીના મૃત્યુ અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. કમલે કહ્યું કે આ તેના માટે ખૂબ જ દુઃખદ હતું. તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી હતી. તેની કંપની અને સાથે કામ કરવામાં ખૂબ આનંદ થયો. તે ખુશખુશાલ અને આનંદ-પ્રેમાળ હતી. એટલું જ નહીં, અભિનેતાનું કહેવું છે કે દિવ્યા ખૂબ જ હિંમતવાન હતી.
કમલ દિવ્યાના મૃત્યુ વિશે વધુ જણાવે છે કે તે હજુ પણ અભિનેત્રીના મૃત્યુ પર વિશ્વાસ કરતા નથી. તે તેના માટે ખૂબ જ આઘાતજનક સમાચાર હતા. અભિનેત્રીના મૃત્યુના 2-3 દિવસ પહેલા જ બંનેએ સાથે શૂટિંગ પૂરું કર્યું હતું. જ્યારે કમલને દિવ્યાના મૃત્યુની માહિતી આપતો કોઈનો ફોન આવ્યો ત્યારે તે વિશ્વાસ ન કરી શક્યો અને વિચારવા લાગ્યો કે આવું કઈ રીતે શક્ય બની શકે.
આટલું જ નહીં, કમલ સદાનાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે દિવ્યા ભારતી સાથે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે બધું બરાબર હતું. તે ખૂબ જ ખુશ હતી. કમલે જણાવ્યું હતું કે તે સમયે તે ટોચના કલાકારોમાં સામેલ હતી. તેની પાસે ફિલ્મોની કતારો હતી. તે માનતો નથી કે અભિનેત્રીએ આત્મહત્યા કરી હશે. કમલ અને દિવ્યા વચ્ચે સારી મિત્રતા હતી. અભિનેત્રીએ થોડી રમ પીધી હતી. તેણે આત્મહત્યા નથી કરી. કમલ સદાનાએ અનુમાન લગાવ્યું કે તે અહી-ત્યાં કૂદી રહી હશે કારણ કે તે નશામાં હશે અને અકસ્માતે તેનું મોત થયું હશે. અભિનેતાનું માનવું છે કે તે નશામાં હોવાથી તે લપસી ગઈ હશે. જોકે તે દિવ્યાની હત્યાની અટકળોને પણ ખોટી ગણાવે છે.