આપણું ગુજરાત

સુરત મનપાનો મહત્વનો નિર્ણય, રામનવમી અને મહાવીર જયંતિના દિવસે કતલખાના રહેશે બંધ

રાજ્યમાં હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન હિંદુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ જ પ્રકારે રાજ્યના અન્ય શહેરો જેવા કે અમદાવાદ અને રાજકોટમાં પણ કતલખાના બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

સુરત મહાનગરપાલિકાએ એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે સ્થાયી સમિતિના ઠરાવ નં.261, તા.20-02-1976 થી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમી અને મહાવીર જયંતીના દિવસે સુરત મહાનગરપાલિકાના તમામ કતલખાના બંધ રહેશે.

સમગ્ર દેશમાં આગામી 17 એપ્રિલ બુધવારના રોજ ‘શ્રી રામનવમી’ અને 21 એપ્રિલ રવિવારના રોજ ‘શ્રી મહાવીર જયંતિ’ હોવાથી હિંદુ અને જૈન શ્રધ્ધાળુંઓ દ્વારા તેની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. જેના કારણે આ દિવસે નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેર કતલખાના બંધ રહેશે. જેની મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરોએ નોંધ લેવી.

સુરત મહાનગરપાલિકાની આ સુચનાનું તમામ મટન-બીફ વેચતા તમામ લાઇસન્સ ધારકોએ આ માહિતીનું પાલન કરવાનું રહેશે. જો સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટ ની વિવિધ જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button