આમચી મુંબઈનેશનલ

શરદ પવાર જૂથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરી, ભાજપ પહેલા આ ચિંતા કરે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે નકલી એનસીપી અને નકલી શિવસેના ભાજપની સાથે સત્તામાં જોડાયેલી છે.


એનસીપી (એસપી)ના પ્રવક્તા મહેશ તાપસેએ અમિત શાહની નાંદેડની રેલીમાં કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપતાં ઉપરોક્ત નિવેદન કર્યું હતું.


ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક નકલી શિવસેના અને શરદ પવારના નેતૃત્વમાં નકલી એનસીપી અને બચેલી કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં છે એવી ટિપ્પણી કરતાં અમિત શાહે પૂછ્યું હતું કે આ ત્રણ પાર્ટીઓ એક ઓટોરિક્ષા જેવી છે જેમના સ્પેરપાટર્સ મેળ ખાતા નથી. તેઓ કેવી રીતે સારો દેખાવ કરી શકશે અને મહારાષ્ટ્ર માટે કોઈ કામ કરી શકશે.
તેમની ટિપ્પણીનો જવાબ આપતાં તાપસેએ કહ્યું હતું કે અમને નકલી કહેનારા અમિત શાહ કોણ છે? ભાજપે ખોટા નેતાઓને રાજ્ય સરકારમાં સામેલ કર્યા છે.


તેમણે એમ પણ કહ્યું હતું કે વાસ્તવમાં ભાજપ દ્વારા એકનાથ શિંદે અને અજિત પવાર જૂથ સાથે સાવકો વ્યવહાર કરવામાં આવતો હોવાથી આ બંને જૂથો નારાજ છે તેની ચિંતા ભાજપે કરવી જોઈએ.


શરદ પવારના યોગદાન અંગે સવાલ ઉઠાવવા બદલ અમિત શાહની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે અમિત શાહને ખબર છે કે મહારાષ્ટ્રમાં આવીને શરદ પવારની ટીકા નહીં કરવામાં આવે તો મીડિયામાં હેડલાઈન નહીં બને આથી તેઓ શરદ પવારની ટીકા કરે છે. શરદ પવારના ફક્ત મહારાષ્ટ્ર પુરતા નહીં, આખા દેશ માટેના યોગદાનની જાણકારી શાહને નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button