અમદાવાદમાં રાજકીય પક્ષોને દાનના નામે 86 લોકો સાથે છેતરપીંડી, મોહમ્મદ આમીરની ધરપકડ
ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમાચાર છે કે અહીં કેટલાક લોકો રાજકીય પક્ષ માટે દાન એકત્ર કરવાના નામે લોકો સાથે કથિત રીતે છેતરપિંડી કરી રહ્યા હતા. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે મોહમ્મદ આમિરની ભારતીય દંડ સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસના જણાવ્યા પ્રમાણે “તેમણે અને એક અજાણ્યા સહ-આરોપીએ ‘નટારે સિરિયલ પેકેજિંગ’ (NCP) નામની નકલી કંપની બનાવી અને પછી કથિત રીતે લોકોને ચોક્કસ બેંક ખાતામાં રાજકીય પક્ષને પૈસા દાન કરવા અને 100 ટકા ટેક્સ મુક્તિ મેળવવા માટે અપીલ કરી હતી”.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે NCPના નામે દાન માંગવા માટે અખબારોમાં જાહેરાતો આપીને 2.80 કરોડ રૂપિયા ભેગા કર્યા અને 10 થી 15 લાખ રૂપિયા કમિશન મેળવ્યું હતું, આરોપીઓ 5 થી 10 ટકા કમિશન કાપીને દાન પરત કરી દેતા હતા, અને દાતાઓને વચન આપતા હતા કે તેઓ સમગ્ર રકમ પર ટેક્સ લાભ માટે અરજી કરી શકે છે.”
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, આ નકલી કંપની અમદાવાદમાં નોંધાયેલી હતી અને દાતાઓ પણ ત્યાંના જ હતા. “આરોપીઓએ નોકરી શોધી રહેલા એક વ્યક્તિને પણ છેતર્યો હતો અને તેણે બેંક ખાતું ખોલાવ્યું હતું, જેનો ઉપયોગ દાન એકત્રિત કરવા માટે થતો હતો,”
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મોહમ્મદ આમીર શેખ દાણીલીમડામાં રહે છે અને 12મુ ફેઈલ છે. તે ગૂગલનો ઉયપયોગ કરીને આ પ્રકારે કૌભાંડ કરતા શીખ્યો હતો. તેણે પોતાના એક મિત્રને નોકરી આપવાના બહાને તેના નામે જ નવું બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. સાથે જ નેચરલ સીરિયલ પેકેજિંગ નામની કંપની બનાવી જેનું ટૂંકું નામ NCP જણાવીને તેની મદદથી સમગ્ર કૌભાંડને પાર પાડ્યું હતું.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી હાર્દિક માકડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે હમણાં સુધીની તપાસમાં 86 લોકો સાથે છેતરપીંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. આ લોકો પાસેથી રૂ.2.8 કરોડની છેતરપીંડી કરાઇ છે, પોલીસે આગળ જણાવ્યું કે આ કેસ વધુ તપાસ માટે ઈન્ક્મટેક્સ વિભાગને સોંપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે આ કૌભાંડના અમુક કિસ્સા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના (NCP) ખજાનચી હેમાંગ શાહના ધ્યાને આવતા તેઓએ અમદાવાદ સાઇબર ક્રાઈમ વિભાગમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આ કાર્યવાહી થવા પામી છે.